Hair Care: સ્વિમિંગ પુલ જઇ રહ્યાં છો તો પહેલા આ રીતે લો વાળની સંભાળ, નહિ થાય ડેમેજ
ઉનાળાની ઋતુમાં, વોટરપાર્કમાં જઈને સ્વિમિંગ કરવું અને વોટર સ્પોર્ટસની મજા મસ્તી કોને ન ગમે પરંતુ સ્વિમિંગ પુલમાં ક્લોરિનવાળા પાણીના કારણે સ્કિન અને વાળ ખૂબ જ ડેમેજ થાય છે. આ સ્થિતિમા વાળની કેવી રીતે સંભાળ રાખવી તે ટિપ્સ જાણી લો.
Hair Care:ઉનાળાની ઋતુમાં, વોટરપાર્કમાં જઈને સ્વિમિંગ કરવું અને વોટર સ્પોર્ટસની મજા મસ્તી કોને ન ગમે પરંતુ સ્વિમિંગ પુલમાં ક્લોરિનવાળા પાણીના કારણે સ્કિન અને વાળ ખૂબ જ ડેમેજ થાય છે. આ સ્થિતિમા વાળની કેવી રીતે સંભાળ રાખવી તે ટિપ્સ જાણી લો.
જો આપ સ્વિમિંગ પુલ જઈ રહ્યા હોવ તો ક્લોરિનેટેડ પાણી તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેલ લગાવ્યા પછી જ ઘરની બહાર નીકળો. જે વાળને એક વધારાનું રક્ષણાત્મક સ્તર આપશે. આપ વાળમાં ઓલિવ તેલ અથવા નારિયેળ તેલ લગાવી શકો છો
પૂલ છોડ્યા પછી તરત જ શાવર લેવાથી ક્લોરિનેટેડ પાણી વાળમાં શોષાતા અટકે છે. તેમજ સ્નાન કરવાથી ત્વચા ક્લોરીનેટેડ પાણીથી પણ બચી જાય છે. તેનાથી વાળ શુષ્ક રહે છે અને તૂટવાની સંભાવના રહે છે.
સ્વિમિંગ બાદ તરત જ ઝડપી સ્નાન કરવું મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો સ્વિમિંગ બાદ ન્હાવાનું ટાળે છે. આવી સ્થિતિમાં વાળ અને ત્વચા પર કેટલાક ક્લોરિનયુક્ત પાણીની અસર રહે છે. તેથી, હેર સ્કિન વધુ ડેમેડ થાય છે. સ્વિમિંગ બાદ તરત જ સ્નાન કરી લેવું જોઇએ.
જો તમે દરરોજ સ્વિમિંગ કરવા જાઓ છો, તો પણ દરરોજ વાળમાં તેલ લગાવીને જ સ્વિમિંગ કરવાનું પસંદ કરો. જે વાળને ક્લોરિન થી થતાં નુકસાનથી બચાવશે. આપ કેપ્સનો પણ ઉપયોગ કરી શકો છે. તે સૌથી અસરકારક અને સલામત રીત છે. સ્વિમિંગ કેપથી વાળ પાણીના સીધા જ સંપર્કમાં ન આવતા ક્લોરિનથી થતાં નુકસાનથી બચી શકાય છે.
Disclaimer: અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.