Health Women: આ કારણે મહિલાઓ ખાસ ડાયટમાં સામેલ કરવું જોઇએ દહીં, જાણો ફાયદા
મહિલાઓને અનેક પ્રકારના હેલ્થ પ્રોબ્લેબ રહે છે. સાંધાનો દુખાવો, કેન્સર, પ્રેગન્ન્સી તેમજ અન્ય પરેશાની પણ સર્જાય છે. આ સ્થિતિમાં આપને આ સુપર ફુડ ચોક્કસ ખાવા જોઇએ.
Women Health: મહિલાઓને અનેક પ્રકારના હેલ્થ પ્રોબ્લેબ રહે છે. સાંધાનો દુખાવો, કેન્સર, પ્રેગન્ન્સી તેમજ અન્ય પરેશાની પણ સર્જાય છે. આ સ્થિતિમાં આપને આ સુપર ફુડ ચોક્કસ ખાવા જોઇએ.
સામાન્ય રીતે મહિલા તેમની હેલ્થને લઇને વધુ બેદરકાર રહે છે. મહિલાઓને અનેક રીતે પુરુષોની તુલનામાં વધુ એનર્જી અને ડાયટ જરૂર છે. પિરિયડ, પ્રેગ્નન્સી અને મોનોપોઝ સુધી મહિલાની જિંદગીમાં અને પરિવર્તન આવે છે. આ દરમિયાન શરીરમાં હોર્મોનલ બદલાવ, પોષક તત્વોમાં અભાવ અને અનેક રીતેની પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. મહિલાની સ્કિનની ખૂબસૂરતી અને ફિટનેસ જાળવવા માટે આ સુપર ફૂડને ડાયટમાં સામેલ કરવું જરૂરી છે.
મહિલાઓ માટે સુપર ફૂડ
દહીં
મહિલાઓની ડાયટમાં ફેટ યોગાર્ટ અથવા દહીં અવશ્ય સામેલ કરવું. દહીં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે અને પેટ સંબંધિત પરેશાનીઓ પણ દૂર થાય છે. દહીં ખાવાથી વજાઇનલ ઇન્ફેકશનનો ખતરો પણ ટળે છે.
મિલ્ક
દૂધ કેલ્શિયમ અને વિટામિન ડીની કમીને પૂર્ણ કરે છે. દૂધ અથવા સંતરાનું જ્યુસ પણ નિયમિત લઇ શકાય. દૂધ હાડકાંને મજબૂત કરે છે. ઓસ્ટોયોપોરોસિસ, ડાયાબિટિસ, મલ્ટીપલ, સ્કેલેરોસિસ, બ્રેસ્ટ અને ઓવરીના ટ્યૂમરનું જોખમ ઘટી જાય છે.
બીન્સ
પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર બીન્સ બ્રેન્ટ કેન્સર અને હાર્ટની બીમારીના જોખમને ઘટાડે છે. બીન્સથી હોર્મોન્સ બેલેન્સ કરવામાં પણ મદદ મળે છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
ટામેટાં
મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે ટામેટાંને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ. ટામેટાંમાં મળતું લાઇકી બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ટામેટાં હાર્ટ સંબંધિત બીમારીના જોખમને ટાળે છે અને ત્વચા પણ હેલ્થી રાખે છે.
બેરીઝ
મહિલાના સ્વાસ્થ્ય માટે પણ બેરી ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તેની સિઝન હોય ત્યારે ત્યારે પુષ્કળ સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરી ખાઓ. તેમાં કેન્સર વિરોધી પોષક તત્વો હોય છે. ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે, બેરીઝ સ્ત્રીઓને સ્તન અને આંતરડાના કેન્સરથી બચાવે છે. બેરી વિટામિન સી અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે. ગર્ભાવસ્થામાં પણ બેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. બેરીમાં વૃદ્ધત્વ વિરોધી તત્વો પણ જોવા મળે છે. આ સિવાય બેરી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને ઘટાડવામાં પણ મદદ કરે છે.