Women Health: પિરિયડ દરમિયાન આ કારણે હાર્ડ વર્ક અવોઇડ કરવું જોઇએ, જાણો અધિક શ્રમથી થતાં નુકસાન
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તમે પીરિયડ્સ દરમિયાન ચોક્કસપણે કસરત કરી શકો છો પરંતુ હાર્ડ વર્કઆઉટ ટાળો. પિરિયડમાં લાંબા સમય સુધી કસરત કરવી પણ તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી.
Women Health: કેટલીક મહિલાઓને પિરિયડ દરમિયાન અસહ્ય પીડા થાય છે.. હેલ્થ એક્સપર્ટ કહે છે કે આ તકલીફોને ઓછી કરવા પ્રોપર ડાયટ લેવું અનિવાર્ય છે. પીરિયડ્સના તે 5 દિવસ મહિલાઓના સામાન્ય દિવસો કરતા તદ્દન અલગ હોય છે. શરીરના દુખાવા અને થાકની લાગણી કોઈપણ વ્યક્તિ માટે અસ્વસ્થતાભરી હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન હેલ્ધી ડાયટનું ફોલો કરવું જોઈએ જેથી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે. પીરિયડ્સને લગતા ઘણા પ્રશ્નો ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવે છે. સૌથી વધુ સર્ચ કરાયેલા સવાલોમાંનો એક એ છે કે, પીરિયડ્સ દરમિયાન કસરત કરવી જોઈએ કે નહીં? કસરત કરવાથી દુખાવો વધશે કે નહીં. આજે અમે તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.
પીરિયડ્સ દરમિયાન કસરત કરી શકાય કે નહીં?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તમે પીરિયડ્સ દરમિયાન ચોક્કસપણે કસરત કરી શકો છો પરંતુ હાર્ડ વર્કઆઉટ ટાળો. પિરિયડમાં લાંબા સમય સુધી કસરત કરવી પણ તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી. જો તમે નોર્મલ એક્સરસાઇઝ કરશો તો તમને દુખાવામાંથી ચોક્કસ રાહત મળશે. પરંતુ વધુ પડતી કસરત તમારા શરીરની તકલીફો વધારી શકો છો. પીરિયડ્સ દરમિયાન વધુ પડતી કસરત કરવાથી તમારી કમર અને પેટના નીચેના ભાગમાં દુખાવો વધી શકે છે. તેથી, પીરિયડ્સ દરમિયાન માત્ર હળવી કસરત કરો. શરીરમાં આંતરસ્ત્રાવીય બદલાવ તમને થાકેલા અને નબળા બનાવી શકે છે.
જો તમે પીરિયડ્સ દરમિયાન નિયમિત કસરત કરો છો, તો તેનાથી તમારી આળસ અને નબળાઈ દૂર થશે. આ ઉપરાંત મૂડ સ્વિંગની સમસ્યા પણ અમુક અંશે દૂર થઈ જાય છે.
પીરિયડ્સ દરમિયાન સ્તનનો સોજો પણ કસરત કરવાથી ઓછો થાય છે. ઘણી સ્ત્રીઓને તેમના પીરિયડ્સ દરમિયાન વધુ ભૂખ લાગે છે, તેથી જ્યારે તેઓ કસરત કરે છે, ત્યારે આ ક્રેવિંગને પણ અમુક અંશે નિયંત્રિત કરી શકાય છે.
જો પીરિયડ્સ દરમિયાન તણાવ અને ચીડિયાપણાની સમસ્યા હોય તો આવા લોકો જો કસરત કરે તો આ સમસ્યા પણ દૂર થઈ શકે છે.
,પીરિયડ્સ દરમિયાન વધુ પડતી કસરત સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. પીરિયડ્સ દરમિયાન 30-40 મિનિટની કસરત હજુ પણ સારી છે. જો તમે આનાથી વધુ કરો છો, તો તમને પેટમાં દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે.જો તમે પીરિયડ્સ દરમિયાન કસરત કરવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.
પિરિયડ્સ દરમિયાન કસરત કરતા પહેલા ધ્યાન રાખો
પીરિયડ્સ દરમિયાન ભૂલથી પણ ખાલી પેટે કસરત ન કરો.
જમ્યા પછી તરત જ કસરત ન કરો
જમ્યાના થોડા કલાકો પછી કસરત શરૂ કરો.
પીરિયડ્સ દરમિયાન ટાઇટ કપડા પહેરાનું ટાળો
બોડીને વધુ સ્ટ્રેચ ન કરો
આ સમય દરમિયાન સીઢીઓ ચઢવા ઉતરવાથી પણ બચવું જોઇએ.