(Source: ECI/ABP News/ABP Majha)
Cleaning Wall Paint: બાળકોએ કરી દીધી છે ઘરની દિવાલ ગંદી, તો આવી રીતે કરો સાફ, કલર નહી થાય ખરાબ
Cleaning Tips: જો તમે પણ તમારા ઘરનો કલર ખરાબ થવાથી પરેશાન છો. તો આજે અમે તમને કેટલીક બાબતો જણાવીશું જે કલરને ખરાબ કર્યા વીના દીવાલને સાફ કરશે.
Cleaning Wall Paint: ઘર એ આપણી શાન હોય છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરને ખૂબ જ પ્રેમથી સજાવવાનો પ્રયાસ કરે છે. ઘરને સજાવવા માટે જેટલી તમારી ક્રિએટિવિટી અને ડેકોરેશનની વસ્તુઓની જરૂર છે તેટલી જ તમારા ઘરનો રંગ પણ તમારા ઘરને સુંદર બનાવે છે. પરંતુ થોડા સમય પછી તે પણ ગંદુ થઈ જાય છે અને જૂનું લાગવા લાગે છે. તેનાથી બચવા માટે અમે અમારા ઘરે વોશેબલ પેઈન્ટ પણ લગાવીએ છીએ, પરંતુ વોશેબલ પેઈન્ટ પણ ગંદુ થઈ જાય છે અથવા નાના બાળકો દીવાલ પર લખીને ગંદુ કરે છે. જો તમે પણ ગંદા પેઇન્ટની સમસ્યાથી પરેશાન છો, તો આ લેખ ફક્ત તમારા માટે જ છે. ચાલો તમારી સમસ્યાનું સમાધાન કરીએ અને તમને કેટલાક હેક્સ જણાવીએ,જેની મદદથી તમે તમારા ઘરના રંગને ગંદા થવાથી બચાવી શકશો.
ક્લીનર તમને મદદ કરશે
વોશેબલ પેઇન્ટને સાફ કરવા માટે સારા ક્લીનરની મદદ લો. તમે બજારમાંથી સ્ટેન રિમૂવર ક્લીનર પણ ખરીદી શકો છો અથવા આ સિવાય તમે તમારા ઘરે ક્લીનર બનાવી શકો છો. તેને સ્વચ્છ બનાવવા માટે ગરમ પાણીમાં થોડું ડીટરજન્ટ ઉમેરો. હવે પાણીમાં અડધુ લીંબુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં રેડો અને તેને કોઈપણ ડાઘવાળી જગ્યા પર છંટકાવ કરો.
ખાવાનો સોડા અસરકારક સાબિત થશે
ખાવાનો સોડા એક ખૂબ જ સારો સફાઇ એજન્ટ છે. આની મદદથી તમે દિવાલોની ગંદકીને સરળતાથી સાફ કરી શકો છો. આ માટે તમારે એક ચમચી બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરવાનો છે અને આ મિશ્રણની મદદથી કપડાથી આ ડાઘ સાફ કરો. સાફ કર્યા પછી તમારી દિવાલ ચમકવા લાગશે.
ટૂથપેસ્ટ અને વિનેગર એક સારો વિકલ્પ છે
ટૂથપેસ્ટ અને વિનેગર લિક્વિડ તૈયાર કરવા માટે અડધુ પાણી અને અડધુ વિનેગર મિક્સ કરો. આ પ્રવાહીને સ્પ્રે બોટલમાં રેડો અને તેને દિવાલો પર છંટકાવ કરો. છંટકાવ કર્યા પછી સ્ક્રબની મદદથી દિવાલોની ગંદકી સાફ કરો. ડાઘ દૂર કરવા માટે ટૂથપેસ્ટ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ભીના કપડાનો ઉપયોગ કેમ ન કરવો?
ભીના કપડાથી દિવાલો પર ડાઘ પડી જાય છે. તેથી, જ્યારે તમે દિવાલોની સફાઈ કરી રહ્યા હોવ ત્યારે હળવા ભીના કપડાનો ઉપયોગ કરો અને જો તમે ભીના કપડાનો ઉપયોગ કરો છો, તો તેની સાથે સુકા કપડાનો ઉપયોગ ચોક્કસ કરો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )