શોધખોળ કરો

Oil Massage : ત્વચાના નેચરલ ગ્લો માટે આ ઓઇલનો ઉપયોગ છે રામબાણ ઇલાજ, અજમાવી જુઓ

Sandalwood Oil: સ્કિન ટોન સુધારવા માટે તમે ચંદનના તેલનો ઉપયોગ કરી શકો છો. જાણો તેના અન્ય ફાયદા

Sandalwood Oil: સ્કિન ટોન સુધારવા માટે તમે ચંદનના તેલનો ઉપયોગ કરી શકો છો. જાણો તેના અન્ય ફાયદા

ચંદન ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.ઘણીવાર મહિલાઓ ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે ચંદન પાવડરનો ફેસ પેક લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ચંદન પાવડરની સાથે સાથે ચંદનના તેલનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે થાય છે. હા, ચંદનનું તેલ લગાવવાથી તમે પિમ્પલ્સ અને કરચલીઓ ઓછી કરી શકો છો. બાય ધ વે, માર્કેટમાં ચંદનના તેલની ઘણી બ્રાન્ડ ઉપલબ્ધ છે. પરંતુ આ કેમિકલયુક્ત અને મોંઘા હોઈ શકે છે, આવી સ્થિતિમાં તમે ઘરે જ ચંદનનું તેલ તૈયાર કરી શકો છો.આવો જાણીએ ચંદનના તેલના ફાયદા અને તેને ઘરે તૈયાર કરવાની પ્રક્રિયા શું છે.

ઘરે ચંદનનું તેલ કેવી રીતે બનાવવું

ચંદનને પીસીને પાવડર બનાવો. હવે એક બાઉલમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ચંદન પાવડર નાખો. ચંદનનો અર્ક તેલ સાથે ભળી જાય એટલે ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડું થાય એટલે એક પાત્રમાં ભરી લો. તમે આ મિશ્રણને 7 દિવસ માટે સ્ટોર કરો. આ પછી આ મિશ્રણને ગાળી લો. જે તેલ બહાર આવે છે તેને હવાચુસ્ત પાત્રમાં ભરી દો અને તમારું ચંદનનું તેલ તૈયાર છે.

ચંદનનું તેલ લગાવવાના ફાયદા

 જો તમને ટેનિંગની સમસ્યા છે તો તમે ચંદનનું તેલ લગાવીને ટેનિંગથી છુટકારો મેળવી શકો છો. આ માટે ચંદનનું તેલ, લીંબુનો રસ, દહીં અને મધના બે ટીપાં મિક્સ કરીને બારીક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી સૂકવવા માટે છોડી દો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને પાણીથી સાફ કરી લો.

 ચંદનનું તેલ લગાવવાથી એજિંગ સાઇનથી છુટકારો મેળવી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચા પર કરચલીઓ પડવા દેતું નથી. આ માટે ચંદનના તેલમાં મધ અને ઈંડાની જરદી મિક્સ કરો. આ મિશ્રણને 20 મિનિટ સુધી ચહેરા પર રાખો અને પછી પાણીથી ચહેરો સાફ કરો.

 જો પિમ્પલ્સને કારણે ચહેરા પર સોજો અને લાલાશ હોય તો પણ તમે ચંદનના તેલનો ઉપયોગ કરી શકો છો. આ સોજો અને લાલાશ દૂર કરી શકે છે. બળતરાથી રાહત મેળવી શકાય છે.

 ચંદનનું તેલ ચહેરા પર લગાવવાથી દાગ-ધબ્બા દૂર થાય છે. તેનાથી ઈજાના નિશાન પણ ઘટાડી શકાય છે. આ માટે હથેળી પર ચંદનના તેલના બેથી ત્રણ ટીપાં લો અને તેને આખા ચહેરા પર લગાવો. હવે ધીમે ધીમે માલિશ કરો જેથી તેલ ત્વચામાં સારી રીતે શોષી લે.  તેલને ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી રાખો. પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.

 ચંદનના તેલમાં સૈટાલોલ તત્વ જોવા મળે છે. તમે તેને નારિયેળ અથવા બદામના તેલમાં મિક્સ કરીને મસાજ કરી શકો છો, જેથી તાણવ  ઓછું થાય છે. આ સિવાય ચંદનના તેલમાં રહેલું આલ્ફા-સેન્ટોલ તત્વ પણ શરીરમાંથી દુર્ગંધ દૂર કરે છે.

 સ્કિન ટોનને સુધારવા માટે તમે ચંદનના તેલનો ઉપયોગ કરી શકો છો, હકીકતમાં, તેમાં સેસ્ક્વીટરપેનોઇડ આલ્કોહોલ જોવા મળે છે, જે ત્વચાના ટોનને સાફ કરવામાં મદદ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget