(Source: ECI/ABP News/ABP Majha)
Beauty Tips: વધતી ઉંમરને કહો બાય-બાય, આ ઘરગથ્થુ ઉપચારથી સ્કિનને રાખશે લાઇફ ટાઇમ યંગ
ત્વચા ઉંમર સાથે ઢીલી પડવા લાગે છે. જો ચહેરાની ચમક ઓછી થઈ રહી હોય તો તમે કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી આ સમસ્યાને દૂર કરી શકો છો
Skin Care Tips : ત્વચા ઉંમર સાથે ઢીલી પડવા લાગે છે. જો ચહેરાની ચમક ઓછી થઈ રહી હોય તો તમે કેટલાક સરળ ઘરેલુ ઉપાયથી આ સમસ્યાને દૂર કરી શકો છો.
ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને ત્વચામાં ઢીલાપણું પણ આવવા લાગે છે. કેટલીકવાર નાની ઉંમરમાં પણ કોઈ કારણસર ત્વચાની ટાઈટીંગ સમાપ્ત થવા લાગે છે. આવી સ્થિતિમાં, ઘણી સ્ત્રીઓ સુંદરતા જાળવી રાખવા માટે ફેસ લિફ્ટ, બોટોક્સ અથવા અન્ય ઘણી સારવાર લેવાનું શરૂ કરે છે અને તે ખૂબ જ ખર્ચાળ પણ છે. આવી સ્થિતિમાં કેટલાક સરળ ઉપાય આપને માટે કારગર નિવડી શકે છે.
એન્ટીઑકિસડન્ટ ખોરાક લો
વધતી ઉંમર સાથે, જો તમે ફિટ અને સુંદર દેખાવવા માંગો છો, તો તમારે એન્ટીઑકિસડન્ટયુક્ત ફૂડને ડાયટમાં સામેલ કરવું જોઈએ. વિટામિન-એ, ડી, ઇ, ઓમેગા 3, ફેટી એસિડથી ભરપૂર ખોરાક જાળવવો જોઈએ. ત્વચાના કોલેજનને જાળવી રાખવા માટે વિટામિન-સીનું સેવન કરવું જોઈએ. આનાથી ઢીલી ત્વચાની સમસ્યાથી છુટકારો મળે છે અને ત્વચા ચુસ્ત રહે છે.
પુરતી ઊંઘ લો
ત્વચાની મજબૂતાઈ અને ગ્લો માટે સારા આહારની સાથે સારી ઊંઘની પણ જરૂર છે. તમારે રાત્રે ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી તમે તાજગી અનુભવશો અને તમારી સુંદરતા પણ જળવાઈ રહેશે.
તણાવ ટાળો
ક્યારેક તણાવને કારણે પણ આપણી ત્વચાને નુકસાન થવા લાગે છે અને ઢીલાપણું આવી જાય છે. તેથી, તણાવ લેવાનું હંમેશા ટાળવું જોઈએ. આ માટે તમે ધ્યાન અને યોગની મદદ લઈ શકો છો. ઉપરાંત પુરતુ પાણી પણ પીવું જોઇએ તેનાથી સ્કિન પણ હાઇડ્રેઇટ રહે છે.
ચહેરાની મસાજ અને સ્ક્રબિંગ
જો તમે ઉંમરની સાથે ત્વચા ઢીલી પડવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમારે ચહેરા પર મસાજ કરવી જોઈએ અને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સ્કિન સ્ક્રબિંગ કરવું જોઈએ. આ ત્વચાને ચુસ્ત રાખશે અને તેને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરશે. ચહેરાના મસાજ માટે નારિયેળ અથવા ઓલિવ તેલનો ઉપયોગ કરી શકાય છે.તે સાથે જ, સ્ક્રબ કર્યા પછી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.