Skin Care: આંબલી આપના સ્કિન પર નિખાર લાવી શકે છે, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
આમલીમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે જે તેના એક્સફોલિએટિંગ ગુણધર્મો માટે જાણીતું છે. આ ગુણધર્મને લીધે, તે તમારી ત્વચા પરએન્ટિ એજિંગ ઇફેક્ટ નાખવામાં મદદ કરી છે.
Benefits Of Tamarind: આમલીમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ હોય છે જે તેના એક્સફોલિએટિંગ ગુણધર્મો માટે જાણીતું છે. આ ગુણધર્મને લીધે, તે તમારી ત્વચા પરએન્ટિ એજિંગ ઇફેક્ટ નાખવામાં મદદ કરી છે.
તમે અત્યાર સુધી રસોઈમાં આંબલીનો ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય તેનો ઉપયોગ ગ્લોઇંગ સ્કિન માટે કર્યો છે ખરા? સ્કિન પર ગ્લો લાવવા માટે આમલીનો ઉપયોગ કેવી રીતે અલગ-અલગ રીતે કરી શકાય છે. જાણીએ કેવી રીતે
ફેસ વોશ તરીકે ઉપયોગ
આંબલીનો ફેસવોશ બનાવવા માટે માટે એક વાસણમાં આમલીનો પલ્પ, દહીં અને ગુલાબજળ મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર 20 મિનિટ સુધી રાખો અને પછી તેને ધોઈ લો. તેનાથી તમારી ત્વચા હાઇડ્રેટ રહેશે અને ચહેરો પણ સાફ રહેશે.
સ્ક્રબ તરીકે ઉપયોગ
આંબલીનું સ્ક્રર્બ બનાવવા માટે એક વાસણમાં આમલીનો પલ્પ, બ્રાઉન સુગર, લીંબુનો રસ અને ખાવાનો સોડા મિક્સ કરો. હવે તેને તમારી ગરદન અને ચહેરા પર લગાવો અને થોડીવાર પછી ચહેરો ઘસીને પાણીથી ધોઈ લો. તમે તેનો ઉપયોગ આખા શરીર પર પણ કરી શકો છો.
ટોનર તરીકે ઉપયોગ કરો
ટોનર બનાવવા માટે એક કપ આમલીને પાણીમાં ઉકાળો અને તેને ગાળી લો. પછી ચાસના પાનને અલગ-અલગ ઉકાળો અને તેનું પાણી કાઢી લો. હવે બંને પાણીને મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. અને જ્યારે તમે ઇચ્છો ત્યારે તેનો ઉપયોગ કરો.
આ રીતે ફેસ માસ્ક બનાવો
આંબલીના ફેસ માસ્કને બનાવવા માટે કાચા ચોખા સાથે બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે તેને મિક્સરમાં નાખીને પીસી લો. હવે આ પેસ્ટમાં ઓલિવ તેલ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે તેને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.