શોધખોળ કરો

પાણીના પુરવઠા અને માઇક્રોફાઇનાન્સની સમસ્યાઓને ઉકેલવા જીએચસીએલ ફાઉન્ડેશને એસએચજી અને ગ્રામ સમિતિઓની રચના કરી સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા તેમનું સશક્તિકરણ કર્યું

જીએચસીએલ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘નળ મારફતે પીવાના પાણીની સીધી કનેક્ટિવિટી પૂરી પાડવી અને તે પણ ઘરેલું ઉપયોગ માટે એ આ ગામમાં ખૂબ મોટો પડકાર હતો.

Ahmedabad: ગુજરાતના શુષ્ક અને અર્ધ-શુષ્ક વિસ્તારોમાં આવેલા વિવિધ ગામડાંઓ માટે પીવાના પાણીની  ઉપલબ્ધતા એ એક પ્રશ્ન છે. આ સમસ્યાને ધ્યાન માં લઇ સ્ત્રીઓના જીવનમાં પરિવર્તન લાવવા માટેના એક કેન્દ્રબિંદુ તરીકે  જીએચસીએલની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (સીએસઆર) શાખાએ (જીએચસીએલ ફાઉન્ડેશ) તેના પ્લાન્ટના સ્થળની આસપાસ આવેલા ગામડાંઓમાં સ્ત્રીઓના જીવનને ઉન્નત બનાવવા માટે શ્રેણીબદ્ધ પહેલ શરૂ કરી છે. આ વિવિધ પહેલના ભાગરૂપે સામુદાયિક બેઠકો યોજી, ક્ષમતાનિર્માણ કરી અને સેલ્ફ હેલ્પ ગ્રૂપ (એસએચજી) ની રચનાને શક્ય બનાવી તથા  ગામડાંની સ્ત્રીઓનું સશક્તિકરણ કર્યું.

આવો જ એક કિસ્સો ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલા અલિધ્રા ગામનો છે, જ્યાં જીએચસીએલ નેશનલ રુરલ ડ્રિકિંગ વૉટર પ્રોગ્રામ (એનઆરડીડબ્લ્યુપી) હેઠળ પીવાના પાણીની યોજનાનું અમલીકરણ કરવામાં મદદરૂપ થયું છે. જીએચસીએલ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘નળ મારફતે પીવાના પાણીની સીધી કનેક્ટિવિટી પૂરી પાડવી અને તે પણ ઘરેલું ઉપયોગ માટે એ આ ગામમાં ખૂબ મોટો પડકાર હતો. પાણીની કોઇપણ સમસ્યા સીધી સ્ત્રીઓના જીવનને પ્રભાવિત કરે છે.’

જીએચસીએલના પ્રેસિડેન્ટ અને સીઓઓ (સોડા એશ),  એન. એન. રાડિયાએ જણાવ્યું હતું કે, ‘આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જીએચસીએલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ આ સમસ્યાને સમજવા ગામની સ્ત્રીઓ સાથે એક બેઠક યોજી હતી. શરૂઆતમાં ગામની સ્ત્રીઓ કંઇપણ વાત કરતાં ખચકાઈ રહી હતી પરંતુ મહિલા સરપંચે પ્રોત્સાહન આપતાં આખરે તેઓ જીએચસીએલને ગામમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં મદદરૂપ થઈ.’

રાડિયાએ વધુ જણાવતા કહ્યું “આ ગામની સ્ત્રીઓ, “મહિલા પાણી સમિતિ”ની રચના કરવા માટે એકઠી થઈ અને પ્રોજેક્ટના કુલ ખર્ચના 10%નું ભંડોળ એકઠું કર્યું તથા પાઇપલાઇનના નેટવર્કને નાંખવા માટેની તમામ કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું અને આ કામગીરી તેમણે જાતે સંભાળી પણ લીધી. આ પ્રોજેક્ટનું અમલીકરણ કરતી વખતે જીએચસીએલ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને ગામમાં સ્વચ્છતા સંબંધિત સુવિધાઓનો અભાવ વર્તાયો. એકવાર પાણીના નળના કનેક્શનો લાગી ગયાં તે પછી જીએચસીએલ ફાઉન્ડેશને ફરી એકવાર ગામની મહિલાઓને એકઠી કરી, જેથી કરીને આ ગામને ઓપન ડીફેક્શન-ફ્રી (ઓડીએફ) બનાવવા માટે ગામમાં શૌચાલયોનું નિર્માણ કરી શકાય.”

પોતાના પ્લાન્ટની આસપાસ આવેલા સ્થળોમાં શ્રેણીબદ્ધ પહેલ મારફતે ગ્રામ્ય સમુદાયોનું સશક્તિકરણ કરવું એ આજે પણ જીએચસીએલ ફાઉન્ડેશનના કેન્દ્રમાં છે.

એસએચજી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તન લાવવા માટે લાંબાગાળા સુધી ટકી રહેનારું મોડલ છે. છેલ્લાં ઘણાં વર્ષોથી જીએચસીએલ ફાઉન્ડેશન આવા એસએચજીની રચના કરવા માટે ગ્રામ્ય સમુદાયો સાથે ભેગા મળીને અવિરતપણે કામ કરી રહ્યું છે.

મહિલાઓના નેતૃત્ત્વ હેઠળનું આવું જ એક એસએચજી એટલે રામદેવપીર મહિલા વિકાસ મંડળ (આરએમવીએમ), જે ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલું છે. મહિલાઓ દ્વારા કરવામાં આવતી નાણાકીય બચતને સક્ષમ બનાવવાના હેતુ સાથે આરએમવીએમની શરૂઆત થઈ હતી અને આખરે આ એસએચજીનો વિકાસ સંચાલનના વિવિધ ક્ષેત્રોમાં થયો. આ ગામની મહિલાઓને ક્યારેય નાણાં બચત કરવાની ટેવ નહોતી. આ અંગે તેમને જાગૃત કરવા ઉપરાંત, બેંકમાં તેમના ખાતાઓ ખોલાવીને તેમનું નાણાકીય સમાવેશન કરવું એ તેમનામાં બચત કરવાની ટેવ કેળવવાની દિશામાં લેવામાં આવેલું પ્રથમ પગલું હતું. જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ પ્રયાસો બાદ નાની બચતની સાથે એસએચજીની શરૂઆત થઈ શકી હતી, જેણે આખરે માઇક્રો-લેન્ડિંગની કામગીરી શરૂ કરી હતી અને આજે તે ₹1.04 લાખની સંચિત બચત ધરાવે છે. વર્ષ 2016માં તેની રચના થયાંથી છેલ્લાં કેટલાક વર્ષોમાં આ ભંડોળનો ઉપયોગ ઇમર્જન્સી ખર્ચાઓને પહોંચી વળવા માટે ગામના લોકોને ધિરાણ આપવા અને તેમને આર્થિક ટેકો પૂરો પાડવા માટે કરવામાં આવે છે.

જીએચસીએલ ફાઉન્ડેશને કુશળ મહિલાઓ માટે ઘણી આંતરિક અને બાહ્ય સંપર્કની મુલાકાતો યોજે છે. આ ઉપરાંત, તેમના એસએચજીના સંચાલનને સુધારવા માટે તાલીમ પૂરી પાડી અને ઉદ્યોગસાહસિકતાનું કૌશલ્ય વિકસાવી જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા ક્ષમતાનિર્માણની શ્રેણીબદ્ધ પહેલ પણ હાથ ધરવામાં આવી હતી.

અમૂલ કેટલ-ફીડ ફેક્ટરી ખાતે આરએમવીએમની (એસએચજી) આવી જ એક સંપર્ક મુલાકાત યોજવામાં આવી હતી, જેના પછી સ્ત્રીઓ ગામમાં કેટલ-ફીડ સેન્ટર (પશુ-આહાર કેન્દ્ર)ની સ્થાપના કરવા માટે સક્રિય થઈ હતી. એસએચજીની મહિલા સભ્યો મુખ્યત્ત્વે પોતાની આજીવિકા માટે ખેતી પર નિર્ભર પરિવારોમાંથી આવે છે.

જીએચસીએલ ફાઉન્ડેશને આ પહેલને સમર્થન પૂરું પાડ્યાં બાદ ઑગસ્ટ 2021 થી આ કેન્દ્રનું સંચાલન શરૂ થઈ ગયું હતું. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં આ કેન્દ્રનું ટર્નઓવર રૂ. 7.06 લાખ હતું. પશુઓના ઘાસચારાના વ્યવસાયથી મહિલાઓને ઉદ્યોગસાહસિક બનવાનું પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે અને તેની સાથે-સાથે તેણે દૂધાળા પશુઓની ઉત્પાદકતા સુધારવામાં પણ મદદ થઈ છે.

જીએચસીએલ ફાઉન્ડેશની મદદથી આરએમવીએમએ, ગ્રૂપના સભ્યો અને ગામની મહિલાઓમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાતા સેનિટરી નેપ્કિનનું વિતરણ કરી માસિકધર્મ સંબંધિત સ્વચ્છતાનું મેનજમેન્ટ કરવાની પહેલ શરૂ કરી હતી, જે માસિકધર્મ સંબંધિત સ્વચ્છ અને સલામત વ્યવહારોને પ્રોત્સાહન આપવાની દિશામાં લેવામાં આવેલું એક સાર્થક પગલું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget