Skin Care:તજનું ફેસપેક આપશે ગજબ નિખાર, ઇન્સ્ટન્ટ ગ્લો માટે આ રીતે કરો તૈયાર
ચહેરાની અનેક સમસ્યાઓમાં તજ ખૂબ જ ફાયદાકારક છે, જાણો તેનો ઉપયોગ કેવી રીતે આ ફેસ માસ્ક તૈયાર કરવું
Skin Care:બદલતી ઋતુ સાથે ત્વચાની 10 સમસ્યાઓ ઊભી થાય છે, આ સમયે તો સ્કિનની કેર કરવામાં ન આવે તો તો ડલ થઇ જાય છે. જો કે માર્કેટમાં કેટલીક બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, જે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તે અસ્થાયી રૂપે જ ફાયદાકારક છે, જેમ જેમ સમય જતાં તેની અસર ઓસરી જાય છે, ત્યારે સમસ્યાઓ વધી જાય છે, આવી સ્થિતિમાં ચહેરાને કુદરતી નિખાર આપતા નુસખા જાણીએ..
તજ અને મધનો ફેસ પેક
તજમાં એન્ટિફંગલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે. જો તમે ખીલથી પરેશાન છો તો તજ અને મધનું પેક ચહેરા પર લગાવો તેનાથી ખીલ દૂર થશે. આ ઉપરાંત, તે લોહીના પ્રવાહમાં પણ સુધારો કરે છે, જેના કારણે ત્વચા સ્વસ્થ રહે છે. એક ચમચી તજના પાવડરમાં બે ચમચી મધ મિક્સ કરો. તેને રાઉન્ડ મોશનમાં ત્વચા પર સારી રીતે અપ્લાય કરો અને પછી તેને 20 મિનિટ માટે છોડી દો. તે પછી ત્વચાને હૂંફાળા પાણીથી સાફ કરો અને મોઇશ્ચરાઇઝર લગાવો. તમને ખીલની સમસ્યામાંથી જલ્દી રાહત મળશે.
તજ અને ઓલિવ તેલ
જો ડલ અને નિર્જવ ત્વચાથી પરેશાન છો, તો તજના પાવડરમાં થોડું ઓલિવ તેલ મિક્સ કરીને તમારી ત્વચા પર લગાવો. ત્વચાને હળવા હાથે મસાજ કરો, તેનાથી ત્વચાને મોશ્ચર મળશે. રક્ત પરિભ્રમણ વધશે અને ખરબચડી અને શુષ્ક ત્વચાની સમસ્યા દૂર થશે. ફાટેલા હોઠ માટે પણ આ ઘણું સારું સાબિત થઈ શકે છે.
તજ અને કેળાનો ફેસ પેક
તમે તજ અને કેળાના બનેલા ફેસ માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો. તજ અને કેળાનો ફેસ પેક તમારા ચહેરા પર સોજો નહિ આવવા દે. તમારી ત્વચા કુદરતી રીતે નરમ અને ચમકદાર બનશે. એક કેળાને સારી રીતે મેશ કરી, તેમાં એક ચમચી તજ પાવડર નાખી, સારી રીતે મિક્સ કરી ચહેરા પર લગાવો. 2 મિનિટ સુધી મસાજ કરો, 10 મિનિટ માટે ચહેરા પર રહેવા દો. પછી ત્વચાને હૂંફાળા પાણીથી સાફ કરો.
તજ અને દહીંનો ફેસ પેક
બદલતી ઋતુમાં સ્કિન ટોન અસમાન થઈ જાય છે, આવી સ્થિતિમાં તમે દહીં અને તજનો ફેસ પેક પણ લગાવી શકો છો. ફેસ પેક બનાવવા માટે એક ચમચી તજ પાવડરમાં એક ચમચી દહીં અને મધ મિક્સ કરો.આ પેકને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી તમારા ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો, આ પેક અસમાન ત્વચાના ટોનને પણ દૂર કરી શકે છે.
કોકોનટ ઓઈલ અને તજ ફેસ પેક
જ્યારે ત્વચા શુષ્ક થઈ જાય છે, ત્યારે ખંજવાળ પણ શરૂ થાય છે, આવી સ્થિતિમાં તમારે નારિયેળ તેલ અને તજના ફેસ પેકનો ઉપયોગ કરવો જોઈએ, જે ત્વચાને પોષણ આપશે અને ડ્રાયનેસની સમસ્યા પણ દૂર કરશે. તજના પાવડરમાં નાળિયેર તેલના થોડા ટીપાં મિક્સ કરો અને બંને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો. તેનાથી ત્વચાને પોષણ મળશે અને ખંજવાળ અને શુષ્કતાની સમસ્યા દૂર થશે.