Alcohol in Women: પુરુષોની તુલનામાં મહિલાઓને કેમ વધારે ચઢે છે શરાબના નશો ? આ પાછળનું કારણ જાણીને તમને થશે આશ્ચર્ય
સમસ્યા એ નથી કે મહિલાઓ વધુ આલ્કોહોલ પીતી હોય છે, પરંતુ વાત એ છે કે આલ્કોહોલ તેમને પુરુષો કરતા વધુ અને અલગ રીતે અસર કરે છે.
Alcohol in Women: દારૂ પીવાની રેસમાં મહિલાઓની સરખામણીમાં પુરૂષો હંમેશા આગળ રહ્યા છે. પરંતુ હવે આ બધી વસ્તુઓ જૂની થઈ રહી છે. મહિલાઓ દરેક જગ્યાએ પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે અને હવે દારૂ પીવાની રેસમાં પણ પુરુષોને પાછળ છોડી રહી છે. 1991 થી 2000 ની વચ્ચે જન્મેલી સ્ત્રીઓ પુરૂષો જેટલો જ દારૂ પીવે છે. એટલું જ નહીં આ પેઢી દારૂ પીવાના દરમાં પુરુષોને પાછળ છોડી રહી છે. પરંતુ ફેશનેબલ અને આધુનિક બનવાની પ્રક્રિયામાં દારૂની ખરાબ અસર મહિલાઓ પર દેખાવા લાગી છે. યુએસ સરકારના આંકડાઓ અનુસાર, 2000 અને 2015 ની વચ્ચે, 45 થી 64 વર્ષની વયની સ્ત્રીઓમાં સિરોસિસ મૃત્યુમાં 57 ટકાનો વધારો થયો છે. જ્યારે આ શ્રેણીના 21 ટકા પુરુષો સિરોસિસના કારણે મૃત્યુ પામ્યા હતા. 25 થી 44 વર્ષની વયની મહિલાઓના સિરોસિસથી મૃત્યુના કેસોમાં 18 ટકાનો વધારો થયો છે, જ્યારે સમાન વર્ગના પુરૂષોમાં સિરોસિસથી મૃત્યુના કેસોમાં 10 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં દારૂના ઓવરડોઝ બાદ હોસ્પિટલની ઈમરજન્સીમાં પહોંચતી મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે.
સમસ્યા એ નથી કે મહિલાઓ વધુ આલ્કોહોલ પીતી હોય છે, પરંતુ વાત એ છે કે આલ્કોહોલ તેમને પુરુષો કરતા વધુ અને અલગ રીતે અસર કરે છે. વૈજ્ઞાનિકોના મતે મહિલાઓના શરીરમાં ખૂબ જ મર્યાદિત માત્રામાં આલ્કોહોલ ડિહાઈડ્રોજેનેઝ (ADH) એન્ઝાઇમ બહાર આવે છે, જે લિવરમાં સ્થિત હોય છે અને તે શરીરમાં આલ્કોહોલને તોડવાનું કામ કરે છે.
આનું કારણ શું હોઈ શકે?
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મનોવિજ્ઞાનના પ્રોફેસર અને મેસેચ્યુસેટ્સની મેક્લીન હોસ્પિટલના વ્યસન મુક્તિ મનોવિજ્ઞાની ડોન સુગરમેન કહે છે, " શરાબ પીનારી મહિલાઓમાં પુરૂષો કરતાં વધુ સમસ્યાઓ થવાની સંભાવના છે કે મહિલાઓ પર આલ્કોહોલની અસરો વધુ થાય છે, શરીરની ચરબી આલ્કોહોલને બચાવી રાખે છે જ્યારે શરીરમાં રહેલું પાણી તેની અસર ઘટાડે છે, આવી સ્થિતિમાં કુદરતી રીતે શરીરમાં ચરબી વધુ અને ઓછું પાણી હોવાને કારણે મહિલાઓ પર દારૂની વધુ અસર થાય છે.
જે મહિલાઓ વધુ આલ્કોહોલનું સેવન કરે છે તેઓને તેની લત લાગી જવાની અને તબીબી સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે. જેને ટેલિસ્કોપિંગ કહેવામાં આવે છે. અલબત્ત, સ્ત્રીઓ પુરૂષો કરતાં પાછળથી આલ્કોહોલ પીવાનું શરૂ કરે છે, પરંતુ તેઓ જલ્દીથી તેની લતમાં લાગી જાય છે. આટલું જ નહીં મહિલાઓમાં લીવર અને હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ પણ વધારે છે.
સ્ત્રીઓમાં દારૂ પીવાના અન્ય ગેરફાયદા
- લીવર ડિસીઝ- પુરૂષો કરતા મહિલાઓને સિરોસિસ અને આલ્કોહોલ સંબંધિત અન્ય રોગોનું જોખમ વધારે હોય છે.
- મગજ પર તેની અસર- મગજ પર આલ્કોહોલની અસર પુરુષો કરતાં મહિલાઓમાં વધુ જોવા મળે છે.
- હૃદય પર તેની અસર- જે મહિલાઓ વધુ પ્રમાણમાં આલ્કોહોલ પીવે છે તેમને પુરૂષોની સરખામણીએ હાર્ટ માટે જોખમ રહેલું છે.
- બ્રેસ્ટ કેન્સર- આલ્કોહોલનું પ્રમાણ વધવાથી મોં, ગળા, અન્નનળી અને લીવરમાં કેન્સરનું જોખમ વધી જાય છે. સ્ત્રીઓમાં, ઓછી માત્રામાં પણ આલ્કોહોલ પીવાથી સ્તન કેન્સરનું જોખમ વધી જાય છે.
Disclaimer : આ લેખમાં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.