World Sleep Day 2023: શું આપ પણ અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો તો સાવધાન, હોઇ શકે છે આ બીમારી
World Sleep Day 2023: ઊંઘનો સીધો સંબંધ હૃદય, મન અને શરીરની દરેક પ્રવૃત્તિ સાથે છે. જો ઊંઘ ખરાબ હોય તો શરીરના કોઈપણ અંગને તેની અસર થઈ શકે છે. એટલા માટે ગાઢ નિદ્રા પણ સારા સ્વાસ્થ્યની નિશાની છે.
World Sleep Day 2023: ઊંઘનો સીધો સંબંધ હૃદય, મન અને શરીરની દરેક પ્રવૃત્તિ સાથે છે. જો ઊંઘ ખરાબ હોય તો શરીરના કોઈપણ અંગને તેની અસર થઈ શકે છે. એટલા માટે ગાઢ નિદ્રા પણ સારા સ્વાસ્થ્યની નિશાની છે.
હેલ્ધી રહેવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો ઊંઘમાં ગરબડ હોય તો આખું સ્વાસ્થ્ય પણ ગરબડ થાય છે. દર 17 માર્ચે દુનિયાભરમાં વર્લ્ડ સ્લિપ ડે મનાવવામા આવે છે. આ દિવસનું પણ એક મહત્વ છે. આ દિવસ મનાવવા પાછળનો ઉદેશ લોકોને ઊંઘના મહત્વ પ્રત્યે જાગૃત કરવાનો છે. જે લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડાય છે તેમને ઊંઘને ખલેલ કરતા કારણો ચોક્કસથી જાણવા જોઇએ. જો આપ લાંબા સમયથી અનિંદ્રાની સમસ્યાથી પીડિત છો તો તેમાં કોણ પણ પ્રકારની લાપરવાહી ન કરવી જોઇએ.
ઊંઘ ન આવવાના આ છે 7 કારણો
- એન્જાઇટીનું થવું
- ઇંસોમ્નિયાની સમસ્યા થવી
- રાત્રે સૂતા પહેલા ફોનનો પ્રયોગ
- ખરાબ લાઇફ સ્ટાઇલ
- મોટા સુવુ અને વહેલું જાગી જવું
- મેદસ્વીતા
- વધુ પ્રમાણમાં કેફિન લેવું
- પૂરતી ઊંઘ ન લેવાથી થાય છે આ બીમારી
સ્થૂળતા
જો ઉંઘ બરાબર ન આવે તો ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ઘણા લોકો વધારે ઊંઘે છે તો તેમનામાં સ્થૂળતાની સમસ્યા ઉભી થાય છે. આ હાયપરટેન્શનને કારણે બીપીની બીમારીઓ થવા લાગે છે. આ સિવાય વધુ સ્થૂળતાના કિસ્સામાં કેન્સર થવાની સંભાવના વધારે હોય છે.
હૃદય રોગ
તબીબોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ સ્વસ્થ ઊંઘ લેવી જોઈએ. તે 7 થી 8 કલાક છે. જો તમે આનાથી વધુ કે ઓછી ઊંઘ લેતા હોવ તો તેની અસર હૃદય પર પડે છે. જો ઓછી કે વધુ ઊંઘ લેવામાં આવે તો કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ રહેલું છે.
ડાયાબિટીસ
ઓછી કે વધારે ઊંઘ કરવાથી પણ શરીરના ઇન્સ્યુલિન પર અસર થાય છે. તેનાથી ડાયાબિટીસ થઈ શકે છે. વધુ ઊંઘવાથી શારીરિક ગતિવિધિઓ ઘણી ઓછી થઈ જાય છે. જેના કારણે બ્લડ શુગર લેવલનું જોખમ ખૂબ વધી જાય છે.
પીઠનો દુખાવો
જો ઓછી કે વધુ ઊંઘ આવે છે તો તેનાથી કમરના દુખાવાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે યોગ્ય ઊંઘ લેવી જોઈએ. ઘણી વખત ઓછી શારિરીક પ્રવૃત્તિઓને કારણે પણ આ સમસ્યા થાય છે. આ કારણે બ્લડ સર્ક્યુલેશન સારું નથી રહેતું.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો