શોધખોળ કરો

World Music Day 2023: ક્યારે અને કેવી રીતે સંગીતની થઇ શરૂઆત, બહુ રોચક છે ઇતિહાસ

વિશ્વને સંગીતના મહત્વ અને ઉપયોગિતા વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે

World Music Day 2023:વિશ્વને સંગીતના મહત્વ અને ઉપયોગિતા વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ સંગીત દિવસ 21મી જૂને  ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ આ વર્ષના સંગીત દિવસનો ઈતિહાસ, મહત્વ અને થીમ.

21 જૂનનો દિવસ વિશ્વના તમામ દેશો માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય અને શાંતિ માટે પણ મદદરૂપ છે. તો સંગીત પણ માનિસક શાંતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સંગીત દિવસનો ઇતિહાસ

આમ તો સંગીતનો ભારતીય ઇતિહાસ ખૂબ પ્રાચીન છે.ભારતીય સંગીતનો ઈતિહાસ ઓછામાં ઓછો 4000 વર્ષ જૂનો છે. વેદોમાં વાન, વીણા અને કરકરી જેવા વાદ્યોનો ઉલ્લેખ પ્રાચીન ભારતીય સંગીત સાહિત્યમાં મળે છે.  

વિશ્વ સંગીત દિવસ સૌ પ્રથમ 1982માં ફ્રાન્સમાં ઉજવવામાં આવ્યો હતો. ફ્રાન્સના તત્કાલિન સાંસ્કૃતિક મંત્રી જેક્સ લેંગે લોકોના સંગીત પ્રત્યેના ક્રેઝને ધ્યાનમાં રાખીને આ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. તે દિવસોમાં સંગીત દિવસને 'ફેટે લા મ્યુઝિકા' કહેવામાં આવતું હતું.

પ્રથમ સંગીત દિવસ કેવી રીતે ઉજવવામાં આવ્યો?

1982 માં ઉજવવામાં આવેલ પ્રથમ સંગીત દિવસને 32થી વધુ દેશોનું સમર્થન મળ્યું. આ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી, ઇટાલી, ગ્રીસ, રશિયા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, પેરુ, બ્રાઝિલ, એક્વાડોર, મેક્સિકો, કેનેડા, જાપાન, ચીન, મલેશિયા અને વિશ્વના તમામ દેશો દર વર્ષે 21 જૂને વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરે છે.

સંગીતની થીમ

દર વર્ષે વિશ્વ સંગીત દિવસની વિશેષ થીમ હોય છે. ગયા વર્ષે, સંગીત દિવસ 2022 ની થીમ 'મ્યુઝિક એટ ઇન્ટરસેક્શન્સ' હતી.   

Yoga Day Celebration Live: આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: સિયાચીનથી માંડીને સમુદ્ર સુધી બધું યોગમય

International Yoga Day 2023 Live: યોગ દિવસ પર સમગ્ર વિશ્વમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી પણ અમેરિકાની સરકારી મુલાકાતે ગયા છે. આજે વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત ઐતિહાસિક સમારોહમાં યોગ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં યુએનના ટોચના અધિકારીઓ, વિશ્વભરના રાજદૂતો અને 180 થી વધુ દેશોના મહાનુભાવો હાજરી આપશે.

 સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ વડાપ્રધાન સાથે યોગ કરવાના છે. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2022માં યોગ દિવસની ઉજવણી કોવિડને કારણે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી હતી. ડિસેમ્બર 2014માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો. આવી સ્થિતિમાં, નવ વર્ષ પછી પ્રથમ વખત, પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે.

 વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર અમેરિકા ગયા છે. યોગ દિવસના અવસરે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, યોગ એક એવી સાધના છે જે તે શરીર અને મનને સ્વસ્થ કરીને  માનવતા અને પ્રકૃતિથી  વિશ્વભરના લાખો લોકોને એકસૂત્રતાના તાંતણે બાંધે છે

 યોગ સત્ર 21 જૂનના રોજ સવારે 8 થી 9 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ગ્રેટ નોર્થ પાર્કમાં યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને ભેટ તરીકે મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ગયા. પીએમ નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget