શું આપને પણ વારંવાર લાગે છે ભૂખ લાગે છે. તો સાવધાન હોઇ શકે છે આ બીમારી
ભૂખ બધાને લાગે છે, જે સ્વાભાવિક છે. શરીરને ઊર્જા માટે કંઇક કંઇક આહાર આપવો જરૂરી છે પરંતુ જમ્યા બાદ તરત જ ભૂખ લાગતી હોય તો તેની પાછળના કેટલાક કારણો છે.
ભૂખ બધાને લાગે છે, જે સ્વાભાવિક છે. શરીરને ઊર્જા માટે કંઇક કંઇક આહાર આપવો જરૂરી છે પરંતુ જમ્યા બાદ તરત જ ભૂખ લાગતી હોય તો તેની પાછળના કેટલાક કારણો છે.
કેટલાક કેસમાં જમ્યા બાદ પણ વાંરવાર ભૂખ લાગે છે અને ખાવાનું મળે તો માથામાં દુખાવો જેવી સમસ્યા સતાવે છે. હેલ્થ એક્સપર્ટના મત મુજબ આ સ્થિતિ પાછળ કેટલાક કારણો જવાબદાર હોઇ શકે છે.
જો શરીરને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન મળતું હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. પ્રોટીનમાં ભૂખને ઓછી કરવાના ગુણ છે.સોયાબી. કઠોળ, દાળ પનીર પ્રોટીનના સ્ત્રોત છે. જેને ડાયટમાં સામેલ કરો.
જો આપ પુરતી ઊંઘ ન લેતા હો તો પણ વાંરવાર ભૂખ લાગે છે. 7થી8 કલાક ઊંઘ ન લેવાથી ઘ્રેલિન હોર્મોન વધી જાય છે. આ હોમોન્સ શરીરમાં વધી જતાં તે ભૂખ લગાડે છે.
નિષ્ણાતનું માનવું છે કે, પર્યોપ્ત માત્રામાં પાણી ન પીવાથી પણ વારંવાર ભૂખ લાગે છે. જો ઉચિત માત્રામાં પાણી પીવામાં આવે તો પાચન યોગ્ય રીતે કામ કરે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
ડાયટમાં ફાઇબરની કમી પણ ભૂખ લગાડે છે. ડાયટમાં પુરતા માત્રામાં ફાઇબરને સામેલ કરો. જેનાથી પેટ ભરેલ રહે છે અને ભૂખ સંતોષાતા વાંરવાર ખાવાની ઇચ્છા નથી થતી. તેથી વજન નિયંત્રણમાં રહે છે. ફાઇબરને ડાયટમાં સામેલ કરવા માટે ઓટસ, અળસી, બીજને ડાયટમાં સામેલ કરો.
શું આપ વેઇટ લોસ માટે વધુ ગ્રીન ટીનું સેવન કરો છો? તો સાવધાન, સ્વાસ્થ્યને થઇ શકે છે આ નુકસાન
:ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. પરંતુ ગ્રીન ટીનું દિવસભર આડેધડ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે.
ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. કારણ કે ગ્રીન ટી માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ ચોક્કસપણે અસરકારક છે. ગ્રીન ટી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વગર વિચાર્યે દિવસમાં આડેધડ ગ્રીન ટીનું સેવન કરે છે. તેથી, ધ્યાનમાં રાખો કે એક દિવસમાં 3 કપથી વધુ ગ્રીન ટીનું સેવન ન કરવું જોઇએ. ગ્રીન ટીનું વધુ પડતું સેવન કરવાથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. ચાલો જણાવીએ કે ગ્રીન ટીનું વધુ સેવન કેમ ન કરવું જોઈએ. તે આપણા શરીરને શું નુકસાન પહોંચાડી શકે છે?
ગ્રીન ટીના ગેરફાયદા
પેટ સંબંધિત સમસ્યાઓ
ગ્રીન ટીનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડીટિ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગ્રીન ટીમાં ટેનીન નામનું તત્વ હોય છે, જેનું વધુ સેવન કરવાથી એસિડિટીનું કારણ બને છે.
માથાના દુખાવાની સમસ્યા- દિવસમાં 2 દિવસથી વધુ સમય સુધી ગ્રીન ટીનું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, પરંતુ જો તમે જરૂર કરતા વધારે ગ્રીન ટી પીતા હોવ તો તેનાથી માઈગ્રેનની સ્થિતિ થઈ શકે છે. તેનાથી માથાનો દુખાવોની સમસ્યા ખૂબ વધી શકે છે.
ઉંઘની સમસ્યા
કેફીનનું વધુ સેવન કરવાથી ઉંઘની સમસ્યા થઈ શકે છે. જો કે ગ્રીન ટીમાં ખૂબ જ ઓછી માત્રામાં કેફીન હોય છે, પરંતુ જો તમે તેને ખૂબ વધારે માત્રામાં લો છો, તો તે તમારી ઊંઘ પર ખરાબ અસર કરી શકે છે. આ મેલાટોનિન હોર્મોનમાં અસંતુલનનું કારણ બની શકે છે. જેનાથી ઊંઘમાં તકલીફ થઈ શકે છે.
હાડકાં નબળાં પડે છે
ગ્રીન ટીના વધુ પડતા સેવનથી વ્યક્તિના હાડકાં નબળાં થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ગ્રીન ટીમાં રહેલા કમ્પાઉન્ડ કેલ્શિયમના શોષણને ઘટાડી શકે છે. જેની અસર તમારા હાડકાં પર પડી શકે છે. ટૂંકમાં ગ્રીન ટીને અતિરેક દરેક રીતે સ્વાસ્થ્યને નુકસાન કરે છે.