અમદાવાદઃ વિસનગર પાસેના કાંસાની સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં ઝડપાયેલા લંપટ શિક્ષક રાજુ પટેલ સામે પોલીસને એકદમ મજબૂત પુરાવા મળી આવ્યા છે. દોઢ વર્ષમાં આ શિક્ષકે સંખ્યાબંધ વાર સગીરા સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા.
2/4
પોલીસે આ પૈકી સાત ઘટનાના પુરાવા શોધી કાઢ્યા છે. આ પૈકી પાંચ વાર તો શિક્ષકે કારમાં જ સેક્સ સંબંધ બાંધી પોતાની હવસ સંતોષી હતી. બે વાર તેણે સગીરાને પોતાના મિત્રના ઘેર લઈ જઈ પોતાની હવસનો ભોગ બનાવી હતી.
3/4
પોલીસે શિક્ષકે જે દિવસે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી એ તારીખોએ તપાસ કરતાં બહાર આવ્યું કે એ દિવસોએ શિક્ષક સ્કૂલમાં ગેરહાજર રહ્યો હતો. સગીરાએ પોતાની પર ક્યારે ક્યારે બળાત્કાર ગુજારાયો તેની વિગતો ફરિયાદમાં આપી હતી.
4/4
રાજુ પટેલ સામેના આ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. દરમિયાનમાં તેના રીમાન્ડ પૂરા થતાં કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો છે. રાજુ પટેલ સામેના આ મજબૂત પુરાવાના કારણે તેને તેનાં કુકર્મોની સજા મળશે તેવું પોલીસ માને છે.