શોધખોળ કરો
બેંગકોક-પતાયા ફરવા ગયેલા મહેસાણાના યુવકને થાઈ યુવતી સાથે બંધાયા સંબંધ, પછી આવ્યો અણધાર્યો વળાંક, જાણો વિગત

1/7

આ મામલે તેમણે કહ્યું કે, પતાયામાં યુવતી દેહવિક્રય કરે છે અને સેક્સ વર્કર તરીકે કામ કરે છે. તેનો અમારા છોકરાને ફસાવીને નાણાં પડાવવાનો પ્લાન છે. તે કુંવારા છોકરાઓને પ્રેમ અને લગ્નના નામે છેતરવાનો ધંધો કરે છે. યુવક તેની માતાનો એકમાત્ર આધાર છે અને તેના વિઝા પૂર્ણ થતાં યુવતીની ચુંગાલમાં ફસાઇ ગયો છે.
2/7

માત્ર એક વર્ષની ઉંમરે આ યુવકે પિતા ગુમાવ્યા હતા તેથી તેના પરિવારમાં માતા જ છે. આ ઉપરાંત તેના મામા, ફુઆ વગેરે તેમને મદદ કરે છે. યુવકના ફુઆ મહેસાણાના અગ્રણી છે. યુવક ગુમ થયો ત્યારથી તે તેને શોધવા મદદ કરે છે. તેમણે યુવકની વિધવા માતા સાથે મળીને ભારત સરકારની મદદ લેવાનું નક્કી કર્યું છે.
3/7

પરિવારના કહેવા પ્રમાણે યુવકે પોતે આ યુવતીના ચક્કરમાં ફસાઇ ગયાનું પણ કહ્યું હતું. સાથે સાથે પોતાની પાસે નાણાં નહીં હોવાનું કહ્યું હતું. એ પછી પરિવાર યુવતીના ફોન પર સંપર્ક કરતો ત્યારે યુવતી અવાર નવાર યુવક સાથે વાત કરાવતી. જો કે યુવતી તેની સાથે લગ્ન કરવાના મુદ્દે તેના પરિવારને અપશબ્દો બોલતી હતી.
4/7

બે મહિના પૂર્વે આ યુવક પોતે બનાવેલા પેઇન્ટીંગ મુંબઇ વેચાણ માટે જઇ રહ્યો હોવાનું કહીને નિકળ્યો હતો. લાંબા સમય સુધી યુવક પરત નહીં ફરતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેણે પતાયાની યુવતીના મોબાઇલ પરથી ફોન કરી પોતે પતાયા હોવાની અને વિઝા પૂર્ણ થઇ ગયા હોવાનું જણાવ્યું હતું.
5/7

આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણાનો યુવક ઉત્તરાયણમાં પિતરાઇ ભાઇ અને મિત્રો સાથે બેંકકોંક-પતાયા ફરવા ગયો હતો. અહીં તે એક યુવતીના પરિચયમાં આવ્યો અને તેની સાથે તેના સંબંધો બંધાયા હતા. તેણે પોતાનો મોબાઈળ ફોન નંબર યુવતીને આપતાં ભારત આવ્યા બાદ પણ બંનેનો સંપર્ક યથાવત રહ્યો હતો.
6/7

મહેસાણા: મહેસાણાનો ચિત્રકાર યુવક બે મહિના પહેલાં મિત્રો સાથે બેંગકોક-પતાયા ફરવા ગયો હતો. આ દરમિયાન પતાયાની એક યુવતી સાથે તેને સંબંધો બંધાયા હતા. આ યુવતી પાછળ પાગલ યુવક પાછો પતાયા દોડી ગયો હતો અને આ પાગલપન તેને ભારે પડી ગયું છે કેમ કે યુવતીએ તેને કેદી જેવી અવસ્થામાં રાખ્યો છે.
7/7

યુવક પાસે નાણાં નથી અને તેના વિઝાની મુદત પણ પતી ગઈ છે તેથી તે યુવતીની કેદમાં જીવે છે. આ યુવતી અવાર નવાર યુવકની તેના પરિવાર સાથે વાત કરાવે છે અને પોતાની સાથે લગ્ન કરવા કહે છે. જો કે યુવકના પરિવારનો દાવો છે કે આ યુવતી સેક્સ વર્કર છે અને પૈસા પડાવવા આ ધંધો કરે છે.
Published at : 10 Jun 2018 11:28 AM (IST)
Tags :
Mehsana PoliceView More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement