શોધખોળ કરો
બનાસકાંઠાઃ ચાંગાની નર્મદા કેનાલમાં બે યુવતીઓએ ઝંપલાવ્યો, અનેક તર્કવિતર્ક
1/3

કાંકરેજઃ ચાંગા ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં બે યુવતીઓએ ઝંપલાવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. બે યુવતીઓએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાના સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હાલ, સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેની શોધકોખ શરૂ કરવામાં આવી છે.
2/3

આ અંગેની વિગતો એવી છે કે, કાંકરેજ તાલુકાના ચાંગા ગામની બે યુવતીઓએ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. હાલ, કેનાલ પાસે મોટી સંખ્યામાં લોકો હાજર છે. જોકે, હજુ સુધી યુવતીઓની કોઈ ભાળ મળી નથી. આ યુવતીઓ કોણ છે, તે પણ હજુ જાણી શકાયું નથી.
3/3

Published at : 09 Aug 2018 05:25 PM (IST)
Tags :
Narmada CanalView More





















