શોધખોળ કરો

Accident:અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યો મૃત્યુ

અમદાવાદ: બરોડા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે સાડા 6 વાગ્યે ભયંકર અકસ્માત સર્જાયો હતો. લોખંડના રોડ ભરેલી આઇસર અને ટેલર અથડાતા 2ના કરૂણ મોત થયા છે.

અમદાવાદ: બરોડા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે સાડા 6 વાગ્યે ભયંકર અકસ્માત સર્જાયો હતો. લોખંડના રોડ ભરેલી આઇસર અને ટેલર અથડાતા 2ના કરૂણ મોત થયા છે.

અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે ઉપર સવારે સાડા છ કલાકે અકસ્માતની ઘટના સર્જાઇ હતી. લોખંડના રોડ ભરેલી આઇસર અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાની પુષ્ટિ થઇ છે. અકસ્માતના કારણે આ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.  એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા લોખંડના રોડ ભરેલ આઇસરને હટાવવાની કામગીરીના પગલે  લાંબો સમય સુધી ટ્રાફિક  જામ રહ્યો હતો. સવારે 9 કલાકે અતિ વ્યસ્ત રહેતા એક્સપ્રેસ હાઇવે ઉપર અમદાવાદ તરફના માર્ગે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી દ્વારા આઇસર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Chhattisgarh Road Accident: છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 7 બાળકોના કરુણ મોત, બેની હાલત ગંભીર

Chhattisgarh Road Accident:છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે એક હ્રદયસ્પર્શી માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 બાળકોના મોત થયા છે, જ્યારે 2 બાળકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના ભાનુપ્રતાપપુરના કોરાર ગામના ચિલ્હાટી ચોકમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 માસૂમ શાળાના બાળકોના મોત થયા છે, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે આ તમામ બાળકો સ્કૂલની રજા બાદ ઓટોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ચીલ્હાટી ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે સામેથી ઓટોને ટક્કર મારી હતી. આ દરમિયાન ઓટો રિક્ષાના ચિથરે ચિથરા ઉડી ગયા હતા, જેના કારણે 5 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તે જ સમયે, અકસ્માતમાં ઘાયલ 4 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં વધુ બે બાળકોના મોત નીપજ્યા હતા.

આ અકસ્માતમાં ઓટો ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તેની હાલત પણ નાજુક છે. તમામ ઘાયલોને કોરરના આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં ઓટોને ટક્કર માર્યા બાદ ટ્રક તેજ ગતિએ ખેતરમાં ઘુસી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર છે. ઘટના બાદ બાળકોના સ્વજનો શોકમાં ગરકાવ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલ બે બાળકોની હાલત અત્યંત નાજુક છે. બંને ઘાયલ બાળકોને સારી સારવાર માટે રાયપુર રીફર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

આ ઘટના બાદ છત્તીસગઢના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે કાંકેર જિલ્લાના કોરર ચિલ્હાટી ચોક પર ઓટો અને ટ્રક વચ્ચે અથડામણને કારણે થયેલા અકસ્માતમાં 5 સ્કૂલના બાળકોના અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. 4 બાળકો ગંભીર રીતે ઘાયલ, આરોગ્ય વિભાગ દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. ભગવાન પરિવારના સભ્યોને હિંમત આપે. વહીવટીતંત્રને શક્ય તમામ મદદ માટે સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત
Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget