Heavy Rain Alert: દેશના આ 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, મૂશળધાર વરસાદને લઇને આપ્યું એલર્ટ
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, ગુજરાત, રાજસ્થાન સહિત દેશના આ રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ રાજસ્થાન સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ છત્તીસગઢમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ અને ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં એક અથવા બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અને સ્કાયમેટ વેધર અનુસાર, આજે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના ભાગો, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ અને ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં એક કે બે જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. તેની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે તેલંગાણા, વિદર્ભ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ અને કોસ્ટલ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, કોસ્ટલ ઓડિશા, કેરળ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુજરાત, ઝારખંડ, દક્ષિણ હરિયાણા, બિહાર, દક્ષિણ પંજાબ, લક્ષદ્વીપ, રાયલસીમા અને તમિલનાડુમાં હળવો વરસાદ પડી શકે છે.
સ્કાયમેટ વેધર અનુસાર, તેલંગાણા, વિદર્ભ અને કોસ્ટલ કર્ણાટકમાં ગત દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. કોંકણ અને ગોવા, જમ્મુ અને કાશ્મીર, દક્ષિણ મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાત અને ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયો ભારેથી મધ્યમ વરસાદ થયો છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, કોસ્ટલ ઓડિશા, કેરળ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. ગુજરાત, ઝારખંડ, દિલ્હી, હરિયાણા, લક્ષદ્વીપ અને તમિલનાડુમાં છૂટછવાયો વરસાદ થયો હતો. 28 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
જુલાઇ 28થી 1લી ઓગસ્ટ દરમિયાન ઓડિશામાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે; ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 28 અને 29મીએ અને ઝારખંડમાં 29મી જુલાઈથી 1લી ઑગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના છે. 28મી જુલાઈએ સિક્કિમ અને ઓડિશામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.