(Source: ECI/ABP News/ABP Majha)
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Monsoon Weather Update: દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેણે લગભગ સમગ્ર દેશને આવરી લીધો છે. 2 જુલાઈના રોજ, ચોમાસું Monsoon)રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધ્યું.
Monsoon Weather Update:દેશમાં ચોમાસું (monsoon)ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેણે લગભગ સમગ્ર દેશને આવરી લીધો છે. 2 જુલાઈના રોજ, ચોમાસું (monsoon) રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. આ રીતે, ચોમાસાએ સમગ્ર ભારતને 8 જુલાઈએ આવરી લેવાની સામાન્ય તારીખથી 6 દિવસ પહેલા 2 જુલાઈએ સમગ્ર દેશને આવરી લીધો છે. હાલમાં ચોમાસાની (monsoon) રેખા ફિરોઝપુર, રોહતક, હરદોઈ, બલિયા, બાલુરઘાટ, કૈલાશહર થઈને મણિપુર સુધી પૂર્વ તરફ વિસ્તરી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાનમાં ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે. તેની અસરને કારણે, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે પવન સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદની (rain)સંભાવના છે. હવામાન વિભાગે 13 રાજ્યોમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
યુપી-બિહાર હવામાન
IMD અનુસાર, આજે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર બાંગ્લાદેશ પર છે અને બીજું આસામ પર છે. તેમના પ્રભાવ હેઠળ, આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારત, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બિહારમાં આજે વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાત-મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી
ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન યથાવત છે. તેની અસરને કારણે કેરળ અને માહે, લક્ષદ્વીપ, કોસ્ટલ કર્ણાટક, કોંકણ અને ગોવા, ગુજરાત રાજ્યમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની (rain)શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્ર, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ અને આંતરિક કર્ણાટકમાં એકદમ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ દરમિયાન મરાઠવાડા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, રાયલસીમા, તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી ( rain forecast) છે.