(Source: ECI/ABP News/ABP Majha)
આધેડના મોતના મામલે સાંસદ મનસુખ વસાવાની ચીમકી બાદ તંત્ર જાગ્યું, 100થી વધુ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી
મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
વડોદરા:મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓવરલોડ રેતી ભરીને જતા 10થી વધુ ડંપરોને ડિટેઈન કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે. બેફામ દોડતા ડંપર ચાલકો સામે કાર્યવાહીની મનસુખ વસાવાએ માંગણી કરી હતી. કાર્યવાહી ન થાય તો ગુરુવારે ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
શું છે સમગ્ર મામલો
વડોદરાના નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરે ઠોકર મારતા આધેડનુ મૃત્યુ થયું છે, આ ઘટનાના પગલે સાંસદ મનસુખ વસાવાએ કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. જો આ મામલે કોઇ પગલા નહી લેવાઇ તો ધરણા પર બેસવા ચીમકી ઉચ્ચારી હતી. નોંધનિય છે કે, વડોદરાના નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પર એક આધેડને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતોય મૃતક ભાણીના લગ્નની કંકોત્રી આપવા જતાં હતા. આ સમય દરિમાન નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલુ ડમ્પરે આધેડને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ નારેશ્વર રોડ પર થયેલાં આ અકસ્માત બાદ અહીંના સાંસદ મનસુખ વસાવાએ ઘટનાના પગલે રોષ વ્યક્ત કર્યો હતો અને તાબડતોબ ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
મનસુખ વસાવાની ઉગ્ર રજૂઆત
સાંસદ મનસુખ વસાવાએ આ મામલે ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ ડમ્પરીયાના ચાલક બેફામ ગાડીઓ હંકારે છે. વારંવાર રજૂઆતો છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ સ્થાનિક પોલીસ તંત્ર જાગતું નથી અને કોઇ પગલા નથી લેવાતા. આ ઘટના બાદ રાજ્યના બેફામ હંકારતા અને રોયલ્ટી વિનાના ડમ્પરીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મનસુખ વસાવાની ચેતવણી બાદ વડોદરાના કરજણમાં પ્રશાસનની હરકતમાં આવ્યું છે. નારેશ્વર-પાલેજ રોડ પર 100થી વધુ ડંપર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓવરલોડ રેતી ભરીને જતા 10થી વધુ ડંપરોને ડિટેઈન કરવામાં આવ્યાં છે.
બિહારમાં 40 મહિલાઓનો એક જ પતિ, નામ- ‘રૂપચંદ’, એકજ નામ પાછળનું રહસ્ય જાણીને તમને પણ આશ્ચર્ય થશે
અરવલઃ બિહારના અરવલમાં 40 મહિલાઓએ પોતાના પતિનું નામ રૂપચંદ રાખ્યું છે. આ મામલો જાતિગત વસ્તી ગણતરી સાથે જોડાયેલો છે અને બિહારમાં એક ચોંકાવનારી તસવીર સામે આવી રહી છે. સમગ્ર મામલો સિટી કાઉન્સિલ વિસ્તારના વોર્ડ નંબર-7નો છે. અહીં રેડ લાઇટ એરિયા છે. સરકાર દ્વારા કરવામાં આવી રહેલી વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નમાં ઘણી મહિલાઓએ રૂપચંદનું નામ લીધું છે.
વાસ્તવમાં આ વિસ્તારમાં સેક્સ વર્કર્સ વર્ષોથી રહે છે. જાતિગત વસ્તી ગણતરી દરમિયાન સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને લોકોની માહિતી એકત્ર કરી રહ્યા છે. દરમિયાન રેડ લાઈટ એરિયામાંથી આ ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. 40 જેટલી મહિલાઓના પતિનું નામ રૂપચંદ હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક મહિલાઓએ પિતા અને પુત્ર તરીકે રૂપચંદનું નામ પણ લીધું છે.
રૂપચંદ એટલે રૂપિયો
હવે આ રૂપચંદનો અર્થ સમજીએ. કહો કે જાતિગત ગણતરી થઈ રહી છે પરંતુ અરવલ રેડ લાઈટ વિસ્તારની સેક્સ વર્કર્સની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે તેમના પતિ તરીકે કોનું નામ નોંધવું જોઈએ? અહીં રહેતી મહિલાઓ રૂપચંદ એટલે કે રૂપિયાને પોતાનું સર્વસ્વ માને છે, તેથી તેઓ બધાએ તેમના પતિના નામની આગળ રૂપચંદનું નામ નોંધ્યું છે.
અહીં જાતિ ગણતરી કરવા આવેલા શિક્ષક રાજીવ રંજન રાકેશે જણાવ્યું કે તેમણે રેડ લાઈટ એરિયામાં રહેતી મહિલાઓ સાથે વાત કરી. તેનો રેકોર્ડ જાણ્યો. આ દરમિયાન મહિલાઓએ તેમના પતિ, પિતા અને પુત્રનું નામ રૂપચંદ રાખ્યું હતું. જો કે, રૂપચંદ કોણ છે તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રૂપચંદ માણસ નથી. પૈસાને રૂપચંદ કહેવાય. આ જ કારણ છે કે મહિલાઓએ રૂપચંદને પોતાનું સર્વસ્વ ગણાવ્યા હતા.
જણાવી દઈએ કે બિહાર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરી રહી છે. આ સાથે આર્થિક અને સામાજિક પૃષ્ઠભૂમિને જાણીને તેમના વિકાસ માટે આગળની રણનીતિ ઘડવામાં આવશે. આ માટે સરકારે લગભગ 500 કરોડનું બજેટ પણ નક્કી કર્યું છે. આ ક્રમમાં સરકારી કર્મચારીઓ ઘરે ઘરે જઈને 17 પોઈન્ટ પર માહિતી એકઠી કરી રહ્યા છે. આ ક્રમમાં અરવલના રેડ લાઈટ એરિયામાંથી આ મામલો સામે આવ્યો છે.