શોધખોળ કરો

આદિત્ય L1, સુરજથી 14.85 કરોડ કિમીના અંતરથી કરશે અધ્યયન, L1 એટલે કે Larange Point One શું છે?

આજે ભારતનું પ્રથમ સૌર મિશન 'આદિત્ય-એલ1' શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ કરવામાં આવ્યું. તે 148.5 મિલિયન કિલોમીટર દૂરથી સૂર્યનો અભ્યાસ કરશે.

Aditya-L1 Mission:

આજે ISRO એ ભારતના પ્રથમ સૌર મિશન 'આદિત્ય-L1'નું  પ્રક્ષેપણ કરી દીધું છે. તેને આજે સવારે 11.50 કલાકે શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ કરવામાં આવ્યું. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ઈસરોનું આદિત્ય-એલ1 મિશન સૂર્ય પર ઉતરશે. તો સાદો જવાબ છે ના. પૃથ્વીથી સૂર્યનું અંતર લગભગ 150 મિલિયન કિલોમીટર છે. આદિત્ય-L1 મિશન પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટર દૂર સ્થિત L1 એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ 1 પર જશે. આ સ્થાનથી સૂર્યનું અંતર 14.85 કરોડ કિલોમીટર છે. આદિત્ય-L1 આ લેગ્રેન્જ બિંદુ પરથી સૂર્યનો અભ્યાસ કરશે. અહીં પહોંચવામાં 4 મહિના (લગભગ 127 દિવસ) લાગશે.

L1 એટલે કે Larange Point One શું છે?

આ મિશનને લઈને લોકોના મનમાં બીજો પ્રશ્ન ઊભો થાય છે કે આ લેગ્રેન્જ પોઈન્ટ શું છે? વાસ્તવમાં, તે અવકાશમાં એક એવી જગ્યા છે, જે પૃથ્વી અને સૂર્યની વચ્ચે સીધી રેખામાં આવેલું છે. આ બિંદુ પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે આવેલું છે. સૂર્યનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, તેથી પૃથ્વીનું પોતાનું છે. અવકાશનું આ  તે બિંદુ છે. જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાપ્ત થાય છે અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ શરૂ થાય છે, આ બિંદુને લેગ્રેન્જ બિંદુ કહેવામાં આવે છે. અહીં તે આદિત્ય એલ વન પર જઇને અભ્યાસ કરશે.

નોંધનીય છે કે પૃથ્વી અને સૂર્ય બંનેની ગુરુત્વાકર્ષણની મર્યાદાને કારણે કોઈપણ નાની વસ્તુ ત્યાં લાંબા સમય સુધી રહી શકે છે. આદિત્ય-L1 બંને ગ્રહોના ગુરુત્વાકર્ષણ વચ્ચે ફસાઈ જશે. આનાથી આદિત્ય-એલ1નો ઇંધણનો વપરાશ ઘટશે અને તે લાંબા સમય સુધી કામ કરી શકશે. સૂર્યની સપાટીથી થોડે ઉપર, જેને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે, તેનું તાપમાન લગભગ 5500 ડિગ્રી સેલ્સિયસ છે.તેના કેન્દ્રનું મહત્તમ તાપમાન 15 મિલિયન ડિગ્રી સેલ્સિયસ રહે છે. આવી સ્થિતિમાં કોઈપણ અવકાશયાન માટે ત્યાં જવું શક્ય નથી. તેથી આદિત્ય-L1 ને લેગ્રેન્જ પોઈન્ટ પર સ્થિર રાખવામાં આવશે.

શું કામ કરશે આદિત્ય - L1

આદિત્ય-એલ1 સૂર્યના કોરોનામાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે. આ સાથે સૌર પવનોના વિતરણ અને તાપમાનનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ સિવાય તે સૌર વાતાવરણને સમજવાનો પ્રયત્ન કરશે. તે ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના બાહ્ય સ્તરો (કોરોના) ને વિવિધ તરંગ બેન્ડમાં અવલોકન કરવા માટે સાત પેલોડ ધરાવે છે. ISRO એ આદિત્ય-L1 મિશનનું પ્રક્ષેપણ લાઈવ જોવા માટે લિંક બહાર પાડી હતી જેનો લાભ લેતા લાખો લોકો આ ઘટનાના સાક્ષી બન્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
Embed widget