બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાને લઇને વધી ચિંતા, પરિવારે લીધો મહત્વનો નિર્ણય
Salman Khan: બાબા સિદ્દીકીની શનિવારે હત્યા કરવામાં આવી હતી. બાદ સલમાન ખાનની સુરક્ષાની ચિંતા વધી છે. આવી સ્થિતિમાં અભિનેતાના પરિવારે એક મોટો નિર્ણય લીધો છે.
![બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાને લઇને વધી ચિંતા, પરિવારે લીધો મહત્વનો નિર્ણય After Baba Siddiqui murder, concern about Salman Khan safety increased, the family took an important decision બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષાને લઇને વધી ચિંતા, પરિવારે લીધો મહત્વનો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/14/03ba56df7f6cd56df3358d3c95f235f5172888859430281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Salman Khan-Baba Siddiqui Murder: એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ પછી અભિનેતા સલમાન ખાનની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. બાંદ્રા સ્થિત તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુપરસ્ટારના પરિવારે હવે અભિનેતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે.
સલમાન ખાનની સુરક્ષા માટે પરિવારનો નિર્ણય
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનનો પરિવાર ભારે આઘાતમાં છે. આખો પરિવાર અભિનેતાની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. હવે અભિનેતાના પરિવારે સલમાનની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. ખરેખર, સલમાન ખાનના પરિવારે અપીલ કરી છે કે તેના મિત્રો અને નજીકના લોકોએ તેને હાલમાં ન મળવું જોઈએ.
બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાન વ્યથિત
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સૂત્રએ કહ્યું કે, સલમાન ખાન તેના પ્રિય મિત્ર બાબા સિદ્દીકીને ગુમાવ્યા પછી ખૂબ જ ભાંગી ગયો છે અને ખૂબ જ દુઃખમાં છે. લીલાવતી હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા પછી, અભિનેતાને ઊંઘ ન આવી અને તે સતત ઝીશાન (બાબા સિદ્દીકીના પુત્ર) અને પરિવારના ખબર અંતર પૂછી રહયાં હતા.
અહેવાલ મુજબ, સિદ્દીકી પરિવારના નજીકના એક સૂત્રએ કહ્યું, "ભાઈ અંતિમ સંસ્કારની વ્યવસ્થા અને અન્ય તમામ વિગતો વિશે ફોન પર માહિતી લઈ રહ્યા છે, તેમણે આગામી કેટલાક દિવસો માટે તેમની તમામ મીટિંગ્સ પણ રદ કરી દીધી છે."
બાબા સિદ્દીકી સલમાન ખાનના ખૂબ નજીક હતા
અહેવાલ મુજબ, સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સલમાનના નજીકના પરિવારના સભ્યો પણ ખોટથી ખૂબ જ દુઃખી છે, તેમણે ઉમેર્યું હતું કે અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ બાબાની ખૂબ નજીક હતા અને હંમેશા તેમની ઇફ્તાર પાર્ટીઓમાં હાજરી આપતા હતા. દિવંગત નેતા માત્ર સલમાનના મિત્ર ન હતા પરંતુ લગભગ પરિવાર જેવા હતા. જ્યારે તે અને ઝીશાન અભિનેતાને મળવા ગેલેક્સી ગયા, ત્યારે તેમનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું. એક સાચા મિત્રની જેમ સલમાન પણ આ દુ:ખદ ઘટના બાદ પરિવારનો તરત સંપર્ક સાધ્યો હતો.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)