(Source: ECI/ABP News/ABP Majha)
AHMEDABAD : CNGમાં ભાવવધારાના વિરોધમાં 11 રીક્ષા એસોસિએશનની સામુહિક હડતાળ
મળતી માહિતી મુજબ 11 રીક્ષા એસોસિએશન સાથે જોડાયેલા અંદાજિત 2.18 લાખ રીક્ષાચાલકો આ હડતાળમાં જોડાશે.
AHMEDABAD : CNGના ભાવમાં તોતીંગ ભાવ વધારાને લઈને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ આવતીકાલે 15 એપ્રિલે રીક્ષા ચાલકો હડતાળ કરશે. આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ 11 રીક્ષા એસોસિએશન હડતાળમાં જોડાશે. CNGમાં થયેલ તોતીંગ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવશે અને સાથે જ CNGને GSTમાં સમાવવા માંગ કરવામાં આવશે. રીક્ષાચાલકો CNGમાં સબસીડી અને ભાડામાં વધારાની પણ માંગ કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ 11 રીક્ષા એસોસિએશન સાથે જોડાયેલા અંદાજિત 2.18 લાખ રીક્ષાચાલકો આ હડતાળમાં જોડાશે. જો રીક્ષાચાલકોની માંગ નહીં સંતોષાય તો રાજ્યભરમાં ચક્કાજામ અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 58 પૈસાનો કર્યો વધારો
પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે. ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 58 પૈસાનો વધારો કર્યો છે. ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો. ભાવવધારો આજ રાતથી અમલી બનશે. ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.58 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 79.56ના સ્તરે પહોંચી ગયા છે.
CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો
મહારાષ્ટ્રનાં લોકોને મોંઘવારીનો બેવડો માર લાગ્યો છે. અહીં મંગળવારે રાત્રે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 5 અને પીએનજીના રૂ. 4.50 પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાને કારણે લોકો પર ખર્ચમાં વધારો થવાનો બેવડો ફટકો પડ્યો છે.સીએનજી અને પીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરતા મહારાષ્ટ્ર ગેસ લિમિટેડે કહ્યું કે ખર્ચમાં વધારાને કારણે ઈંધણની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. વધેલા દરો મંગળવાર મધરાતથી લાગુ થઈ ગયા છે. છેલ્લા એક સપ્તાહમાં તેમના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ 6 એપ્રિલે CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 7 રૂપિયા અને PNGના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો.