શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? જાણો સંપૂર્ણ વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ છોટાઉદેપુરમાં 13.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ક્વાંટમાં 11.5 ઇંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની બીજી સિઝન ચાલું થઈ છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સાર્વિત્રિક વરસાદ પડી રહ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસથી છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં છોટાઉદેપુરમાં 13.5 ઇંચ વરસાદ, જ્યારે ક્વાંટમાં 11.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો તાપીમાં 8 ઇંચ, પાવી જેતપુર 7 ઇંચ, નિઝરમાં 7 ઇંચ, નસવાડી 6 ઇંચ, દાહોદના ધાનપુરમાં પાંચ ઇંચ, ગોધરા 4.4 ઇંચ, દાહોદ 4.3 ઇંચ, સંજેલી 4 ઇંચ, દેવગઢ બારિયા 4 ઇંચ, લીમખેડા, ઉમરપાડા, જાંબુઘોડા, વિજયનગર, દેડિયાપાડા, ફતેહપુરામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો ડાંગના સુબીર, સિંગવડ, ડભોઈ, બોડેલી, ગાબારા, શહેરા, કડણા, ગરબાડા, ઇચ્છલ, માગણરોળમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
જ્યારે પંચમહાલના હાલોલ, મોરવા હડ, નર્મદાના ગરુડેશ્વર, તાપીના સોનગઢ, છોટાઉદેપુરના સંખેડા, ઝાદો, નેત્રંગ, તિલકવાડા, વડોદરા, નાંદોદ, કપરાડા, માંડવી(સુરત), વાઘોડિયા, ઘોઘાંબા, કાલોલ, સાવલી, વડગામ, ખેડબ્રહ્મા, ગળતેશ્વર, ભરુચ, ઉમરેઠ, અંકલેશ્વર, અમીરગઢ, પોસિના, ધનસુરા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, દેસર, સંતરામપુર અને ખેડાના ઠાસરામાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion