Ahmedabad: અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા ક્યાં પહોંચી ?
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે.

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસમાં સતત વધારો
દેશમાં કોરોનાના નવા વાયરસ JN.1 ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસ નોંધાયા છે. કેંદ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ કોરોનાના નવા વેરિઅન્ટને લઈ ચિંતિત છે. JN.1 વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે. ભારતમાં એક્ટિવ કોરોનાવાયરસ કેસ મંગળવારે 4,100 ને વટાવી ગયા છે કારણ કે છેલ્લા 24 કલાકમાં JN.1 COVID-19 સબવેરિયન્ટના કુલ 412 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં મંગળવારે સક્રિય કેસની સંખ્યા 4,170 હતી, જ્યારે કુલ મૃત્યુઆંક 5.33 લાખ પર પહોંચ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ સકારાત્મક કેસોની સંખ્યા વધીને 4170 પર પહોંચી છે. સૌથી વધુ કર્ણાટકમાં 34 કેસ, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગણામાં 2 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 293 દર્દીઓ સાજા થયા છે. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડના સબ વેરિયન્ટ JN.1ના કુલ 66 દર્દીઓ છે. નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં પણ કેસો નોંધાયા છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના પૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હાલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે, લોકો ખુલ્લા વાતાવરણમાં રહે અને માસ્ક વગર અન્ય લોકોને મળવાનું ટાળે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
