શોધખોળ કરો
Advertisement
સોમવાર મોડી સાંજે અમદાવાદના કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો લેટેસ્ટ આંકડા
સોમવારે 7 વાગ્યાની આસપાસ એક કલાકમાં ઉસ્માનપુરામાં દોઢ ઈંચ તો કોટ વિસ્તાર અને રાણીમાં 1-1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અમદાવાદ: સોમવારની સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં અમદાવાદીઓમાં ખુશી જોવા મળી હતી. સોમવારે 7 વાગ્યાની આસપાસ એક કલાકમાં ઉસ્માનપુરામાં દોઢ ઈંચ તો કોટ વિસ્તાર અને રાણીમાં 1-1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સોમવારની રાતે આઠ વાગ્યા બાદ બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ, એસજી હાઈવે અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાહતા. સોમવારની સવારે અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા જોકે આખો દિવસ ઉકળાટથી નાગરિકો કંટાળ્યા હતાં.
પરંતુ સોમવારે સાંજે ઉસ્માનપુરા, વાડજ, નારણપુરા, રાણી, દુધેશ્વર અને કોટ વિસ્તાર સહિત વરસાદની એન્ટ્રી થઈ હતી. સતત એક કલાક સુધી વરસેલા વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં.
સોમવારની સાંજે 7 વાગે ઉસ્માનપુરામાં 35 મીમી, પાલડીમાં 8 મીમી, રાણીપમાં 20 મીમી, બોડકદેવમાં 0.50 મીમી, ગોતામાં 2.50 મીમી, દાણાપીઠમાં 20 મીમી, દુધેશ્વરમાં 19 મીમી, મેમ્કોમાં એક મીમી, મણિનગરમાં સાત મીમી અને વટવામાં એક મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરમાં સરેરાશ 6 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement