(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ: બોપલમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ગેસ ગૂંગળામણથી બે શ્રમિકોના મોત
અમદાવાદના બોપલમાં જ્યાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ગેસ ગૂંગગાળમણથી બે શ્રમિકોના મોત નિપજ્યા છે. .બોપલમાં AUDA તરફથી ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ: અમદાવાદના બોપલમાં જ્યાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ગેસ ગૂંગગાળમણથી બે શ્રમિકોના મોત નિપજ્યા છે. .બોપલમાં AUDA તરફથી ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરતભાઈ નામના શ્રમિક ડ્રેનેજની લાઈનમાં કચરો ભરાઈ જતા તેને દૂર કરવા ડ્રેનેજમાં ઉતર્યા હતા. ત્યારબાદ તેઓ ડ્રેનેજમાં બેભાન થતા તેમને બચાવવા રાજૂભાઈ નામના શ્રમિક ડ્રેનેજમાં ઉતર્યા તેમનું પણ ગૂંગળામણને કારણે મોત થયું છે.
જ્યારે હજુ પણ એક શ્રમિક અંદર દટાયેલા હોવાથી શોધખોળ ચાલુ છે. હાલ બોપલ પોલીસે યોગી કન્સ્ટ્રક્શનના પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટકાયત કરી છે. ઈજાગ્રસ્ત થયેલા અન્ય બે કામદારને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. યોગી કંસ્ટ્રક્શનને ડ્રેનેજનો મુખ્ય કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ નિલકંઠ વિલા પાસે ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. ત્યારે સેફ્ટીના યોગ્ય સાધનો વગર ત્રણ મજૂરો વાલ્વ ખોલવા ડ્રેનેજમાં ઉતર્યા હતા. ગટરમાં ત્રણ કામદારો ફસાયા હતા જેમાંથી ગૂંગળામણને કારણે બે કામદારનાં મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક કામદારની શોધખોળ ચાલી રહી છે. ંબને મૃતક મજૂરો દાહોદના વતની છે.
લવ જેહાદના કાયદા મુદ્દે ગુજરાત સરકારને લાગ્યો મોટો ઝટકો, હાઈકોર્ટે શું કર્યો હુકમ ?
ગુજરાતમાં લવ જેહાદના કાયદા મુદ્દે હાઈકોર્ટ તરફથી ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાનો હાઈકોર્ટે ઇનકારી કરી દીધો છે. આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા કોર્ટમાં રજુઆત કરી હતી. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેકટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર મનાઈ હુકમ હટાવવા એડવોકેટ જનરલે માંગ કરી હતી.
બીજી તરફ સરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. કાયદામાં લગ્નથી ધર્માંતરણને ગેરકાયદે બનાવવાનો સરકારનો પ્રયાસ હાઇકોર્ટે સ્ટે કર્યો એ વ્યાજબી હોવાની અરજદારે રજુઆત કરી હતી. હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી હતી. કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે. કાયદેસરના લગ્નથી ધર્માંતરણ માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર હાઇકોર્ટનો મનાઈ હુકમ યથાવત રહેશે.
ગુજરાત હાઈકોર્ટે અગાઉ લવ જેહાદ કાયદાની અમુક જોગવાઈઓ પર મનાઇ હુકમ આપ્યો હતો. ગુજરાત ધર્મસ્વતંત્રતા સંશોધન બિલ 2021ને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજદારે ધર્મસ્વતંત્રતા કાયદામાં કરેલા સુધારાની જોગવાઈને લઈને વાંધો ઉઠાવ્યો હતો. અરજદારની રજુઆત એ પણ હતી કે આંતરધર્મિય લગ્નને લઈને કરવામાં આવેલી જોગવાઈને કારણે કોઈ પણ ફરિયાદ કરી શકે, એ જોગવાઈ બંધારણે આપેલી સ્વતંત્રતાથી વિપરીત છે.
હાઇકોર્ટે આ કેસમાં વચગાળાનો ચુકાદો આપ્યો છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટ મનાઈ હુકમ આપ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. બળજબરી દબાણ કે લોભ લાલચ લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં.
સુધારો કરેલા કાયદામાં આંતર ધર્મિય લગ્ન કરવાથી પણ ગુનો બનતો હોવાનું કાયદા મુજબનું અર્થઘટન હોવાનો અરજદારે દાવો કર્યો હતો. બળજબરીપૂર્વક ધર્મ અંગિકાર કરાવવો એ ખોટું જ હોવાની વાત અરજદાર કોર્ટ સમક્ષ કરી હતી. પ્રથમ સુનાવણીમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ઈશ્યુ કરી હતી. બીજી સુનાવણીમાં સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં કાયદાની જોગવાઈઓ અંગે એ રજૂઆત કરી કે, આ આઈપીસી નથી. આ કેસમાં ડી.એસ.પી. કક્ષાના અધિકારી તપાસ કરતાં હોય છે. આ મામલામાં ખોટું થાય એવી શક્યતાઓ જ નથી. ખોટી રીતે ડરાવી ફોસલાવીને લગ્ન કરનારાઓ જ ડરે. ધર્મ સ્વતંત્રતાના કાયદાની જોગવાઈઓનું અર્થઘટન અરજદાર જે રીતે કરી રહ્યા છે એ સાચું ન હોવાનું એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટ સમક્ષ નિવેદન કર્યું હતું.
અરજદાર તરફથી વકીલની ગુજરાત હાઇકોર્ટમાં રજુઆત હતી કે, અમારી પાસે વિવિધ ફરિયાદો થઈ હોય એવી માહિતી છે. પોલીસ અધિકારીઓ કાયદાનું અર્થઘટન કઈ રીતે કરશે એ બાબત ધ્યાનમાં લેવા જેવી, તેમ હાઇકોર્ટ કહ્યું હતું.