શોધખોળ કરો
અમદાવાદઃ સેટેલાઈટમાંથી ગાયબ થયેલી યુવતીએ PSI સાથે લગ્નનું સર્ટિફિકેટ ઘરે મોકલી આપ્યું
સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક કોલેજિયન યુવતીને પોલીસ અધિકારી ભગાડી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક કોલેજિયન યુવતીને પોલીસ અધિકારી ભગાડી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોપડા લેવા જવાનું કહીને ઘરેથી ગયેલી યુવતી પરત ન આવતાં પરિવારે યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી. જોકે બે દિવસ બાદ કુરિયરમાં લગ્નના પુરાવા મોકલી આપ્યા હતાં જે જોઈને પરિવારજનોને ચોંકી ગયા હતાં.
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં એક યુવતી રહેતી હતી જે કોલેજમાં અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતી અચાનક ગુમ થઈ હતી. યુવતી ગુમ થયાના બનાવ આ અંગે તેના પરિવારજનોએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તેમની પુત્રી એક્ટિવા લઈને યુનિવર્સિટી ખાતે ચોપડા લેવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી જોકે તે સાંજ સુધી ઘરે પરત આવી નહોતી.
સમગ્ર ઘટના બાદ સેટેલાઈટ પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી હતી. જોકે યુવતીનો મોબાઈલ સ્વીચ ઓફ હોવાથી પોલીસને કઈ દિશામાં યુવતીને શોધવી તે થોડું મુશ્કેલ હતું. જોકે એક દિવસ બાદ યુવતીના ઘરે કુરિયર આવ્યું હતું જેમાં અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર સાથે લગ્ન કર્યા હોવાના રજિસ્ટર મેરેજના પુરાવા યુવતીએ તેના ઘરે મોકલી આપ્યા હતાં.
એટલું જ નહીં કુરિયરમાં એક્ટિવાની ચાવી પણ મોકલી આપી હતી અને લખ્યું હતું કે, એક્ટિવ IIM પાસે મુકેલુ છે. લગ્ન કર્યા બાદ યુવતી અને પોલીસ અધિકારી બન્ને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતાં અને પોતાનું નિવેદન લખાવ્યું હતું. પોલીસ તપાસમાં યુવતી અને પીએસઆઈ એક જ સમાજના હતા અને બન્ને છેલ્લા ઘણાં સમયથી પ્રેમ સંબંધ હતો જેથી બન્નેના પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement