શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ સાસુને સળિયો ફટકારી હત્યા કરીને સળગાવી દેનારી 29 વર્ષની નિકીતા છે ઉચ્ચ શિક્ષિત, ડીગ્રીઓ જાણીને ચોંકી જશો
નિકિતાનાં યુવતીના 10 મહિના પહેલાં જ માર્બલના બિઝનેસમેન દિપક અગ્રવાલ સાથે લગ્ન થયાં હતાં.
અમદાવાદઃ અમદાવાદના ગોતામાં રહેતી 29 વર્ષની યુવતી નિકીતા અગ્રવાલે લોખંડના સળિયા વડે પોતાની સાસુના માથામાં ફટકા મારીને તેની હત્યા કરી નાંખી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. ચોંકાવનારી વાત એ છે નીકિતા અગ્રવાલ ઉચ્ચ શિક્ષિત છે. નિકીતા એમ.કોમ. અને એમબીએ (ફાયનાન્સ) થયેલી છે.
નિકિતાનાં યુવતીના 10 મહિના પહેલાં જ માર્બલના બિઝનેસમેન દિપક અગ્રવાલ સાથે લગ્ન થયાં હતાં. નીકિતા પ્રેગનન્ટ છે અને તેના પેટમાં બે માસનો ગર્ભ ધરાવે છે પણ તેણે ઉશ્કેરાટમાં આવીને પોતાની તથા પોતાના સંતાનની જીંદગીને બરબાદ કરી નાંખી છે.
નિકીતાએ સાસુ રેખાબહેનની હત્યા માટે જે કારણ આપ્યું છે એ પણ ચોંકાવનારું છે. સાસુ રેખાબહેન પુત્રવધુ નિકીતાને દાબમાં રાખતાં હતાં. તેને ક્યાંય બહાર જવા દેતાં ન હતાં તેથી નિકીતા કંટાળી ગઈ હતી. ઘરકામ બાબતે પણ નીકિતાને સાસુ સાથે અવારનવાર ઝઘડા પણ થતા હતા. 27 ઓક્ટોબરે ઘરકામ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલી નિકીતાએ ઘરમાંથી સળિયો લઈને સાસુના માથામાં ફટકારી દીધો હતો. એ પછી તેણે સાસુ પર કપડુ નાખીને આગ લગાડી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement