શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદના પોશ વિસ્તારમાં મિત્રોને ધાબા પર બેસીને કેરમ રમવું ભારે પડ્યું? જાણો કેમ
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વાયરસથી સંક્રમિત થવાના કેસો વધતા અમદાવાદ પોલીસ દ્વારા લોકડાઉનનો કડક પણે અમલ કરાવવામાં આવી રહ્યો છે
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વાયરસથી સંક્રમિત થવાના કેસો વધતા અમદાવાદ પોલીસ દ્વારા લોકડાઉનનો કડક પણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ ડ્રોન કેમેરાની મદદથી સોસાયટીઓ અને મહોલ્લામાં એકઠા થતાં લોકો પર નજર રાખી રહી છે. આ સાથે જ રોડ પર નજરે પડ્યા તો પણ ગુનો નોંધશે. ત્યારે અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર બેસીને કેરમ રમતાં 4 શખ્સની ધરપકડ કરી છે.
પોલીસે ડ્રોન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ચેકિંગ કરતા તેમજ સીસીટીવી ફુટેજથી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સ્વાગત એપાર્ટમેન્ટ પાસે પોલીસ ડ્રોન ઉડાળી તપાસ કરતાં ફ્લેટના ધાબા પર ચાર લોકો કેરમ રમતા જોવા મળ્યાં હતાં.
જેથી પોલીસે ઓળખ કરી કૃણાલ, જયનીત ગોસ્વામી, ધૈર્ય શાહ અને હર્ષ નામના વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ રીતે અગાઉ બોલી બોલ રમતા પણ 11 લોકો ઝડપાઇ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion