શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ 40 વર્ષીય પુરુષ તેનાથી 28 વર્ષ નાની છોકરીને ભગાડી ગયો ને પત્નીની જેમ રાખવા લાગ્યો, પછી....
બાળકી આધેડ સાથે ભાગી ત્યારે તેના ભાઈનો સાદો ફોન પણ લઈ ગઈ હતી. પોલીસે આ નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો. દરમિયાન ફોન એક્ટિવ થથાં બારેજની સીમના ખેતરનું લોકેશન આવ્યું હતું.
અમદાવાદઃ શહેરમાં 12 વર્ષની બાળકીને 20 વર્ષના દીકરાનો પિતા લલચાવી ભગાડી જવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખભળાટ મચી ગયો છે. બાળકીને ભગાડી ગયા પછી આરોપી તેને પત્નીની જેમ રાખવા લાગ્યો હતો. જોકે, સાડા ત્રણ મહિને અમદાવાદની નારોલ પોલીસે બંનેને શોધી કાઢ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ દાહોદના 40 વર્ષીય યુવક અવાર-નવાર નારોલ ખાતે તેની ભાણીના ઘરે આવતાં હતો. અહીં 12 વર્ષની બાળકીને તેનો પિતા દારૂ પીને માર મારતો હતો. પીડિતાનો એક ભાઈ હતો અને તેનાથી પણ બાળકી કંટાળી ગઈ હતી. આ બધાનો ફાયદો ઉઠાવી આરોપીએ બાળકી ફસાવી હતી. તેમજ સારી રીતે રાખવાનું અને જે જોઇએ તે તમામ વસ્તુ લઈ દેવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
ભગાડી ગયા પછી આરોપી બાળકીને અલગ અલગ જગ્યાએ ફેરવી હતી તેમજ બંને સાથે રહેતા હતા. આ પછી બારેજા ગામની સીમમાં આવેલા તળાવ પાસે રહેતા અને માછલી પકડી ગુજરાન ચલાવતાં હતા. ગત 30મી ડિસેમ્બરે રાતના સમયે બાળકી આધેડ સાથે ભાગી ગઈ હતી. બાળકીના પરિવારે તેની તપાસ કરી પરંતુ ન મળતા નારોલ પોલીસની મદદ માંગી હતી. પોલીસે બાળકીને શોધવા માટે તેના ફોટા સહિતની વિગતો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
બાળકી આધેડ સાથે ભાગી ત્યારે તેના ભાઈનો સાદો ફોન પણ લઈ ગઈ હતી. પોલીસે આ નંબર સર્વેલન્સ પર રાખ્યો હતો. દરમિયાન ફોન એક્ટિવ થથાં બારેજની સીમના ખેતરનું લોકેશન આવ્યું હતું. આથી પોલીસે લોકેશનને આધારે તપાસ કરતાં બાળકી તેની પાડોશમાં રહેતી બહેનપણીની માતાના મામા સાથે મળી આવી હતી.
અગાઉ ફોન એક્ટિવ થયો ત્યારે બાળકીએ આરોપીને જ ફોન કર્યો હતો. આ સમયે પોલીસે તેને બોલાવ્યો હતો, પરંતુ તેમે ભાણીની દીકરીની મિત્રો હોવાથી ફોન કર્યો હોવાનું કહેતા પોલીસે જવા દીધો હતો. નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરનાર એસટી એસસી સેલને સોંપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement