શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ : બ્રિટનથી આવેલા 271 વ્યક્તિમાંથી કેટલા લોકોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ ? જાણો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે.
અમદાવાદ : બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા વાયરસ કોવિડ-20 ને લઈ દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં આ સંક્રમણ ન આવે તે માટે સરકાર પગલાં ભરી રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે.
અમદાવાદ એરપોર્ટથી લંડન આવતી જતી ફ્લાઇટ 31 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી છે. આજે અમદાવાદ એરપોર્ટથી 3 કલાકે લંડન જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. લંડનથી આવતી ફ્લાઇટ 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પણ લેન્ડ કરી હતી. લંડનથી ફ્લાઈટમાં 271 પ્રવાસીઓ આવ્યા હતા.તમામનો અમદાવાદ એરપોર્ટ પર RT PCR સ્ટેટ કરાવવામાં આવ્યા હતા. જોકે, આ મુસાફરોમાંથી 5 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે.
પોઝિટિવ આવેલા મુસાફરો પૈકીના 4 મુસાફરો ગુજરાતી છે જ્યારે એક બ્રિટિશ નાગરિક છે. તંત્ર દ્વારા તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરી અને તેમને રિઝલ્ટ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા. જોકે, આ પૈકી 5 પોઝિટિવ આવતા તંત્રની આશંકા સાચી ઠરી છે. એક બાજુ સરકારે યુકે સાથે 31મી ડિસેમ્બર સુધી ફ્લાઇટ વ્યવહાર બંધ કરી દીધો છે જેના પગલે ડરનો માહોલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion