શોધખોળ કરો

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે 500 ખાનગી બાઉન્સરો અને 1500 સ્વયંસેવકો હાજર રહેશે

સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે જે અમર્યાદિત સમય સુધી ચાલશે. હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે.

Dhirendra Krishna Shastri: સુરત અને રાજકોટ ઉપરાંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં પણ દિવ્ય દરબાર ભરશે. ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. 29 અને 30 મે ના રોજ ચાણક્યપુરીમાં દરબાર ભરાશે. જ્યાં દરબાર ભરાવાનો છે તે સ્થળે આયોજકો પહોંચ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામા આવનાર મકાન બહાર જ ડોમ બાંધવામાં આવી રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સર રહેશે. સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે જે અમર્યાદિત સમય સુધી ચાલશે. હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન કરવામાં આવશે.

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારી

રાજકોટ શહેરમાં બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં આગામી 1 અને 2જૂનના રોજ બાબાનો દિવ્ય દરબાર યોજાશે.  અંગે શરૂ થયેલા કાર્યાલયની મુલાકાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતાં. 

આગામી 1 અને 2 જૂને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે.  આ કાર્યક્રમ અંગેની તૈયારી અને આયોજકો સાથે સીઆર પાટીલ મુલાકાત કરવા પહોંચ્યા હતા.  આ દરમિયાન તેમની સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ ભરત બોધરા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય દર્શિતા બેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. 

ગુજરાત પ્રવાસ પહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાણો શું કર્યો મોટો દાવો 

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. આ પહેલા તેમણે મોટા દાવો કર્યો છે.  બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંધશ્રદ્ધા અને નકારાત્મકતાથી બચાવવા દિવ્ય દરબાર કરતા હોવાનો દાવો કર્યો છે.   ચમત્કારથી ગેરમાર્ગે દોરતા કેટલાક ગુરૂઓથી બાબા નારાજ છે. 

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે.  

સુરતના લીંબાયતમાં 26 અને 27 મેના યોજાશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.  જેને લઈને  તૈયારી ચાલી રહી છે.   બાબાના દરબાર માટે નીલગીરી ગ્રાઉન્ડમાં સ્ટેજ બનાવાયો છે. હાલ ગ્રાઉન્ડ પર પેચવર્ક અને લાઈટ એન્ડ સાઉન્ડની કામગીરી ચાલી રહી છે. કાર્યક્રમની તૈયારીની સમીક્ષા માટે ભાજપ ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલય ખાતે બેઠક મળી હતી.  બાબાના દિવ્ય દરબારમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ આમંત્રણ અપાયું છે. દાવો છે કે  સુરત અને આસપાસના વિસ્તારમાંથી એક લાખ લોકો દરબારમાં ભાગ લેવા પહોંચશે.   અમદાવાદમાં પણ બાબાના દિવ્ય દરબારની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે..અમદાવાદમાં 29 અને 30 મેના બાબાનો દિવ્ય દરબાર યોજાશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Embed widget