શોધખોળ કરો
Advertisement
અમદાવાદના આ વિસ્તારમાં વધ્યું કોરોના સંક્રમણ, 78 કેસ નોંધાતા જાહેર કરાયો કન્ટેઈન્મેન્ટ ઝોન
દેશના છ શહેરમાં કોરોનાથી સૌથી ઉંચો મૃત્યુદર અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર 4.1 ટકા પર પહોંચી ગયો છે.
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદના બોપલ અને સાઉથ બોપલ વિસ્તારમાં ચિંતાજનક રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બોપલ વિસ્તારમાં આવેલ ઈસ્કોન પ્લેટિનિયમમમાં કોરોનાના એક સાથે 78 પોઝિટીવ કેસ નોંધાતા ઈસ્કોન પ્લેટિનિયમનને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.
ઈસ્કોન પ્લેટિનિયમમા રહેતા 1150 લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં છે. બીજી તરફ વિવિધ સોસાયટીઓમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને પ્રશાસન પણ ચિંતામાં છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે એએમસી દ્વારા તબક્કાવાર અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. કોરોના કેસ વધતા ફરી એકવાર મહાનગરપાલિકાની ટીમ એક્શનમા આવી છે.
દેશના છ શહેરમાં કોરોનાથી સૌથી ઉંચો મૃત્યુદર અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર 4.1 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે મુંબઈ અને દિલ્હીમાં અમદાવાદ કરતા મૃત્યુદર ઓછો છે. મુંબઈમાં મૃત્યુદર 3.9 ટકા અને દિલ્હીમાં મૃત્યુદર 1.6 ટકા છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં મળી અત્યાર સુધીમાં કુલ 47 હજાર 309 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 1968 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. દેશના કુલ મૃત્યુઆંકમાં ગુજરાત ચોથા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં કોરોનાના દર્દીનો સરેરાશ મૃત્યુદર 2.4 ટકા છે. જ્યારે ગુજરાતમાં મૃત્યુદર 4.2 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement