Ahmedabad: સ્પીપા ખાતે તાલીમ મેળવીને સફળ થયેલા 26 તાલીમાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો
Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા2024માં સફળ થયેલા સ્પીપાના તાલીમાર્થીઓને સન્માનિત કર્યા.

Ahmedabad: યુપીએસસીમાં સફળતા મેળવનાર તાલીમાર્થીઓને શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજો અદા કરતા સામાન્ય માણસને મદદરૂપ થવાનો ભાવ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. સફળ થયેલા તાલીમાર્થીઓને તેમની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રે તેમની ફરજો અદા કરવા અનુરોધ કર્યો હતો.
સ્પીપાના ડાયરેકટર જનરલ હારિત શુક્લા દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા તથા સંસ્થાના ભાવિષ્યલક્ષી આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાઓમાં સફળ થતા ઉમેદવારોને રાજ્ય સરકાર દ્વારા અપાતી સહાયમાં કરવામાં આવેલા વધારાની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ અને સ્પીપા જેવી સંસ્થાઓ ગુજરાતના યુવાઓના સામર્થ્યને યોગ્ય મંચ પૂરો પાડીને તેમને સફળતાના શિખરો સર કરવામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે. સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા (સ્પીપા) ખાતે તાલીમ મેળવીને યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા ૨૦૨૪માં કુલ ૨૬ તાલીમાર્થીઓ સફળ થયા છે.
સન્માન સમારોહમાં સન્માનિત થયેલા તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા
આ પ્રસંગે સફળ ઉમેદવારોની સિદ્ધિઓ, તૈયારીઓ અને સ્પીપાની વ્યવસ્થા તથા સુવિધાઓ દર્શાવતી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, તાલીમાર્થીઓના પરિવારજનો, સ્પીપાના અધિકારી - કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને માહિતી આપી
UPSC CSE 2024 ની પરીક્ષામાં સફળ થયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ સિવિલ સર્વિસ પરીક્ષાની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે આજે અમદાવાદ સ્થિત સ્પીપા સંસ્થા ખાતે સંવાદનો અવસર પ્રાપ્ત થયો. ઉત્તીણ થયેલ સૌ વિદ્યાર્થીઓને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા.
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 3, 2025
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ… pic.twitter.com/5dPi457yfn
તેમણે લખ્યું કે, UPSC CSE 2024 ની પરીક્ષામાં સફળ થયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ સિવિલ સર્વિસ પરીક્ષાની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે આજે અમદાવાદ સ્થિત સ્પીપા સંસ્થા ખાતે સંવાદનો અવસર પ્રાપ્ત થયો. ઉત્તીણ થયેલ સૌ વિદ્યાર્થીઓને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત @ 2047’ નું વિઝન આપણને આપ્યું છે, તેને સાકાર કરવામાં સનદી સેવામાં દાખલ થયેલ યુવાનોનું યોગદાન મહત્ત્વનું રહેશે. પોતાના જ્ઞાન, કૌશલ્ય અને પ્રતિભાથી રાજ્ય વહીવટમાં દાખલ થતા યુવા અધિકારીઓ સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડે અને નાગરિકોનું જીવન વધુ સુખ-સુવિધામય બનાવવામાં નિમિત્ત બને તેવી શુભકામના પાઠવી.





















