અમદાવાદ : ગોતા બ્રિજ નીચે પાર્કિંગમાં વાહનોમાં ભીષણ આગ, 36 વાહનો આગની ઝપેટમાં
પાર્કિંગ પ્લોટમાં પડેલા વાહનોમાં કોઈ કારણોસર આગ લાગતાં 36 વાહનો આગની ઝપેટમાં આવી બળીને ખાક થઈ ગયાં છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલા વાહનોમાં કોઈ કારણોસર આગ લાગતાં 36 વાહનો આગની ઝપેટમાં આવી બળીને ખાક થઈ ગયાં છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ અધિકારી- જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગોતા બ્રિજ નીચે આવેલા પાર્કિંગમાં આગની ઘટના સામે આવી છે. જેમાં 35 વાહનો બળીને ખાક થઇ ગયા છે. નોકરિયાત વર્ગ અને અન્ય લોકો AMCના પાર્કિંગમાં વ્હિકલ પાર્ક કરતા હોય છે. આગનું કારણ જાણી શકાયું નથી. આગને કાબુમાં લેવા માટે 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ પાર્કિગમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. પાર્કિંગમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો હતો.
Surat : માતાની નજર સામે જ ધોરણ-12ના વિદ્યાર્થીએ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત
મરનારનું નામ શૌર્યમન મનીષ અગ્રવાલ (ઉ.વ.17) છે. આજે સવારે લગભગ 10થી 10:15 વાગ્યાના અરસામાં શૌર્યમન ઘરમાંથી માનસિક તણાવમાં લિફ્ટમાં બેસીને ધાબા ઉપર જતા માતા પાછળ દોડી હતી. પણ છત ઉપર ચઢેલા દીકરાને બૂમ પાડે એ પહેલાં જ શૌર્યમનએ માતાની નજર સામે છલાંગ મારતા માતા હેબતાઈ ગયા હતા. બૂમાબૂમ કરી દેતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શૌર્યમનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.
પોલીસ તપાસમાં શૌર્યમન ધોરણ-12નો વિદ્યાર્થી છે. તેને એક નાનો ભાઈ છે. જે ધોરણ-10માં અભ્યાસ કરે છે. પિતા રઘુકુળ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના વતની છે. આપઘાત પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં, પણ મૃતકના કાકા IT ઑફિસના કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યું છે.