Ahmedabad: અમદાવાદીઓને રખડતા ઢોરના ત્રાસથી મળશે મુક્તિ, ઢોર નિયંત્રણ પોલિસી થશે ફરી લાગું, જાણો કેટલો ભરવો પડશે દંડ
અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જો કે, હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે રખડતા ઢોર અંગે પોલિસી બનાવી હતી પરંતુ વિરોધના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ABP અસ્મિતા પાસે સચોટ માહિતી આવી છે.
અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જો કે, હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે રખડતા ઢોર અંગે પોલિસી બનાવી હતી પરંતુ વિરોધના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ABP અસ્મિતા પાસે સચોટ માહિતી આવી છે. જે મુજબ અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર નિયંત્રણ પોલિસીના અમલ અંગે નિર્ણય લેવામાં આવ્યો.
ભાવમાં સુધારા વધારા સાથે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર અંગે પોલિસીની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત જે માહિતી સામે આવી છે તે પ્રમાણે હવે વ્યક્તિગત પશુ ધરાવનાર માલિકોએ પણ ઢોરની નોંધણી કરાવવાની રહેશે. વ્યવસાયિક ઉદ્દેશ માટે રાખવામાં આવતા ઢોરની પરવાનગી લેવાની આવશ્યક રહેશે. ગાય, ભેંસ અને બળદને છોડાવવા માટે 3000 રૂપિયા ચૂકવવાના રહેશે. સાથે ખોરાકનો ચાર્જ અને વહીવટી ચાર્જ લેખે 1000 રૂપિયા ચૂકવવા પડશે.
તો બીજી તરફ પાડી અને પાડો બંનેને છોડાવવા માટે 2000 ચૂકવવાના રહેશે. તેની સાથે ખોરાકના અને વહીવટી ચાર્જ લેખે 600 રૂપિયા વસુલવામાં આવશે. વાછડા અને ધાવતા વાછડા માટે 1000 રુપિયા ચૂકવવાના રહેશે. જો કોઈ એકનું એક ઢોર ત્રણ વખત કરતા વધુ વખત પકડાશે તો ત્રણ વર્ષ માટે લાયસન્સની ફી 500 રૂપિયા ચૂકવવી પડશે. ઢોર રાખવાની પરમીટ ફી 250 રૂપિયા રાખવામાં આવી છે. લાયસન્સ રીન્યુ કરવા માટે 200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ પર આવશે તવાઈ
રાજ્ય સરકાર રાજ્યમાં ઘટતા જતા શિક્ષણના સ્તરને લઇને ચિંતિત બની છે, સરકાર હવે એક્શન મૉડમાં આવી છે. તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12માં ઓછુ પરિણામ લાવનારી શાળાઓ પર કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. માહિતી છે કે, રાજ્યમાં ઓછુ પરિણામ આપનારી શાળાઓને બંધ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઝીરો રિઝલ્ટવાળી શાળાઓ તવાઈ આવશે, એટલે કે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. આ વર્ષે જે શાળાનું ઝીરો રિઝલ્ટ આવ્યું છે તે બંધ કરવામાં આવશે, ઝીરો રિઝલ્ટ આપનારી સ્વ નિર્ભર શાળાઓ બંધ કરવામાં આવશે, જે ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે તેની ગ્રાન્ટમાં પણ કાપવામાં આવશે, એટલુ જ નહીં ઝીરો પરિણામ વાળી સરકારી શાળાઓના શિક્ષકો ઉપર પગલાં ભરવામા આવશે. આ તમામ કાર્યવાહીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા બાદ આગામી દિવસોમાં આ નિર્ણય જાહેર કરવામાં આવી શકે છે. ચોંકાવનારી વાત એ છે કે, આ વર્ષે ધોરણ 10ની 157 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 27 અને વિજ્ઞાન પ્રવાહમાં 49 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial