White Topping Road: હવે ચોમાસામાં અમદાવાદમાં રોડમાં નહીં પડે ખાડા, 20 વર્ષ સુધી અકબંધ રહે તેવી ટેકનીકથી બનશે રસ્તા
અમદાવાદ: ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં 25 હજાર ખાડા પડવાની ઘટના બાદ હવે AMC નિંદ્રામાથી જાગ્યું છે. બેંગ્લોર શહેરની જેવા માર્ગ હવે અમદાવાદમાં બનાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં 25 હજાર ખાડા પડવાની ઘટના બાદ હવે AMC નિંદ્રામાથી જાગ્યું છે. બેંગ્લોર શહેરની જેવા માર્ગ હવે અમદાવાદમાં બનાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે. ડામર અને RCC કરતા અલગ રીતે બનાવવામાં આવનાર આ રોડનું નામ વ્હાઇટ ટોપિંગ મટિરિયલથી બનાવવામાં આવનાર છે. અધિકારીઓનો દાવો છે કે આ પ્રકારના રોડ RCC અને ડામર કરતા તદ્દન અલગ હશે. જેની મર્યાદા 20 વર્ષ સુધીની હશે એટલે કે 20 વર્ષ સુધી આ રોડ ઉપર ખાડા પડશે નહિ.
ડામર અને RCC ના રોડ કરતા 3 થી 4 ટકા વધુ ખર્ચાળ હોવાની સાથે પ્રથમ તબક્કામાં 20 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ બનવા જઈ રહેલા વ્હાઇટ ટોપિંગ રોડ માટે ચાર અલગ અલગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ઉત્તરઝોનમાં ત્રિકમલાલ ચાર રસ્તાથી હીરાવાડી સુધી રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત ગુરુકુલ વિસ્તારમા ગુરુકુલ ચાર રસ્તાથી મહારાજા અગ્રસેન શાળા સુધી આ રોડ બનાવવામાં આવશે. સાથે ઇસનપુર ચાર રસ્તા ઉપર પણ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત આગામી વર્ષોમાં બનવા જઈ રહેલા રોડમાં ઢાળ બનાવવા ફરજિયાત હોવાની પણ સૂચના આપવામાં આવી છે. અધિકારીઓના સર્વેના આધારે ઢાળ ન હોવાના કારણે રોડ ઉપર પાણી ભરાઈ રહેવાની સ્થિતિ સર્જાતી પરિણામે રોડ તૂટી રહ્યા છે. નવા ટેન્ડર થયેલા રોડમાં કોન્ટ્રાકટર ઢાળ નહિ બનાવે તો પેમેન્ટ અટકાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો
IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા