શોધખોળ કરો

Congress President Election: કોણ બનશે કૉંગ્રેસના નવા અધ્યક્ષ, 17 ઓક્ટોબરે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે.

Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે. આ માટે 22મી સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે, 24મી સપ્ટેમ્બરથી નોમિનેશન શરૂ થશે, 17મી ઓક્ટોબરે મતદાન થશે અને 19મી ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ આવશે. આ તારીખોની ઔપચારિક જાહેરાત CWCની મહોર બાદ કરવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઓનલાઈન સામેલ થયા હતા. આ સિવાય કોંગ્રેસ કાર્યાલયમાં હરીશ રાવત, સલમાન ખુરશીદ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કુમારી સેલજા, મધુસુદન મિસ્ત્રી, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, અજય માકન, અભિષેક મનુ સિંઘવી સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં આનંદ શર્મા પણ હાજર હતા.

CWCની બેઠકમાં પાર્ટીથી નારાજ આનંદ શર્મા પણ હાજર રહ્યા હતા. આનંદ શર્માએ ગઈકાલે સાંજે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, CWCની બેઠકમાં ઘણા નેતાઓએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરીથી પાર્ટીના અધ્યક્ષ બનવા માટે કહ્યું છે.

કોંગ્રેસ ભારત જોડો યાત્રા શરૂ કરવાની છે

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી 'ભારત જોડો યાત્રા' શરૂ કરવા જઈ રહી છે. 148 દિવસની આ યાત્રા કાશ્મીરમાં સમાપ્ત થશે. પાંચ મહિનાની આ યાત્રા 3,500 કિમીનું અંતર અને 12થી વધુ રાજ્યોને કવર કરશે. પદયાત્રા (માર્ચ) દરરોજ 25 કિમીનું અંતર કાપશે. તેમાં પદયાત્રાઓ, રેલીઓ અને જાહેર સભાઓનો સમાવેશ થશે, જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે યોજાયેલા CWC દ્વારા મંજૂર કરાયેલા કાર્યક્રમ અનુસાર, પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે પૂર્ણ થવાની હતી. CWCએ ગયા વર્ષે નિર્ણય લીધો હતો કે બ્લોક સમિતિઓની ચૂંટણી 16 એપ્રિલથી 31 મે દરમિયાન યોજાશે, જ્યારે જિલ્લા સમિતિના પ્રમુખોની ચૂંટણી 1 જૂનથી 20 જુલાઈ દરમિયાન યોજાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget