શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: મહિલા પોલીસ કોન્સ્ટેબલે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા, જાણો સુસાઈટ નોટમાં શું લખ્યું છે?
હાલમાં મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીની આત્મહત્યાના મુદ્દે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળીએ બાથરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ફાલ્ગુની શ્રીમાળીએ આત્મહત્યા કરતા પહેલાં એક સુસાઈટ નોટ લખી હતી જે પોલીસને મળી આવી છે.
ફાલ્ગુની શ્રીમાળીએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી પરંતુ પોલીસે તપાસ હાથ ધરતાં તેનું કારણ આગામી સમયમાં જાણવા મળે તેવી શક્યતા છે. ફાલ્ગુની આત્મહત્યાના સમાચાર મળતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં.
હાલમાં મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીની આત્મહત્યાના મુદ્દે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક કોન્સ્ટેબલનો મૃતદહે બાથરૂમમાંથી મળી આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement