Custodial Death: બોટાદમાં પોલીસ પાસે આઈડી કાર્ડ માગતા યુવકને મળ્યું મોત, પરિવારે લાશ સ્વિકારવાનો કર્યો ઈન્કાર
અમદાવાદ: બોટાદના યુવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મુસ્લિમ સમાજના આગેવાનોનો આક્ષેપ કે, પોલીસ દ્રારા ઢોર માર મારતા સારવાર દરમ્યાન યુવાનનું મોત થયું છે.
અમદાવાદ: બોટાદના યુવાનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. મુસ્લિમ સમાજના આગેવાનોનો આક્ષેપ કે, પોલીસ દ્રારા ઢોર માર મારતા સારવાર દરમ્યાન યુવાનનું મોત થયું છે. બોટાદ શહેરના યુવાનને પોલીસ કોન્સ્ટેબલ દ્વાર ઢોર માર મારતાં યુવાનનું સારવાર દરમ્યાન મોત થયુ હોવાની વાતને લઈને ચકચાર મચી છે. 14 એપ્રિલ 2023 ના રોજની આ ઘટનામાં યુવાનને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા માર મરાયાના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા. ઢોરમારથી યુવાનને બ્રેન હેમરેજ થયું.
20 એપ્રિલના અમદાવાદ સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો
યુવાનને સારવાર અર્થે પ્રથમ બોટાદ પછી ભાવનગરમાં અને વધુ સારવાર અર્થે 20 એપ્રિલના અમદાવાદ સીવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં આ યુવાનનું આજરોજના સવારે 11 વાગે યુવાનનું અવસાન થયું છે. સિવિલ ડ્રેસમાં રહેલા પોલીસ પાસે આઈ ડી કાર્ડ માંગતા તે ગુસ્સે ભરાયો અને બાદમાં માર માર્યો હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે. દોષિત પોલીસ વિરુદ્ધ FIRની કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી મૃતદેહ ન લેવાની પરિવારજનો ચિમકી આપી છે.
અત્યાચાર ગુજારનાર પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવો જોઈએ
બોટાદ પોલીસ તરફથી કરાયેલ કથિત કસ્ટોડિયલ ટોર્ચરનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. કથિત કસ્ટોડિયલ ટોર્ચરનો ભોગ બનનારનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થતા અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસ કસ્ટડીમાં થયેલા અત્યાચારના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલ પીડિતના પરિવાર તરફથી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. આ પહેલા હાઇકોર્ટે બોટાદ જિલ્લા પોલીસ વડાને હુકમ કર્યો હતો કે, સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક મેળવીને જાળવી રાખવા. પોલીસ કસ્ટડીમાં અત્યાચાર ગુજારનાર પોલીસ કર્મીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવો જોઈએ તેવી માંગ સાથે હાઇકોર્ટમાં પરિવારે અરજી કરી છે.
7 મહિલાની ગર્ભવતી મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
પંચમહાલ: ગર્ભવતી મહિલાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કાલોલ તાલુકાના ખેડા ગામનાં વ્યસડા ફળિયામાં રહેતી મહિલાએ જીવન ટૂંકાવ્યું છે. 23 વર્ષની મીનાક્ષી હિમાંશુ પરમાર નામની મહિલાએ આપઘાત કરતા પરિવારમાં માતમ છવાયો છે. આપઘાતનું પગલું ભરનાર પરણિતાનાં પેટમાં 7 મહિનાનો ગર્ભ હોવાની હકીકત સામે આવી છે. પતિ દ્વારા અસહ્ય ત્રાસ આપવાનાં કારણે આપઘાત કર્યાંનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.