જે બહેને અમારી પર આક્ષેપ કર્યા તેમને જે-તે સમયે ત્રણ કરોડની ઓફર હતીઃ ઇસુદાન ગઢવી
આપના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે. ત્યારે હવે આપના નેતા ઇસુદાન ગઢવીએ આ અંગે નિવેદન આપ્યું છે. ભાજપ લોકોના કામ કરતું નથી, પેપર ફોડે છે, ક્રાઇમની ઘટનાઓ વધી છે.
અમદાવાદઃ આપના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે. ત્યારે હવે આપના નેતા ઇસુદાન ગઢવીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ લોકોના કામ કરતું નથી, પેપર ફોડે છે, ક્રાઇમની ઘટનાઓ વધી છે. જે બહેને અમારી પર આક્ષેપ કર્યા તેમને જે-તે સમયે ત્રણ કરોડની ઓફર હતી. અમારું વોટ શેરિંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઊંચું રહ્યું છે. અમારા કોર્પોરેટર આર્થિક સક્ષમ નથી, તેથી તેઓ લાલચમાં આવી શકે. અનેક જગ્યાએ ભાજપના કાર્યકરોએ પોતાની વ્યથા ઠાલવી છે. રાજયન પૂર્વ પ્રધાનને ભ્રષ્ટાચાર માટે હર્ષ સંઘવીને પત્ર લખે છે.
ભાજપ પાસે 06 વર્ષમાં 600 કરોડથી 5000 કરોડનું ફંડ થયું. અમે પાંચેય કોર્પોરેટરના વિસ્તારમાં સર્વે કરવા અપીલ કરીએ છીએ. ચૂંટણી ડિકલેર થતા ભાજપમાં પણ ભડકા થશે. અમે રાજ્યના ચીફ સેક્રેટરીને ફરિયાદ કરીશું. રાજ્યપાલને રજુઆત કરીશું, સમય માંગ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી બમણા જોરથી પરત ફરી હતી.
આમ આદમીના પાર્ટી ના સમર્થકો તેમના સગાઓને ભાજપ વિરુદ્ધ જાગૃત કરે. અમે ભાજપના સર્વે માટે ફોર્મ જાહેર કરાવીશું. રાજસ્થાનમાં ભાજપે પેપર ફૂટતા cbi તપાસની માંગ કરી, તો ગુજરાતમાં કેમ નહિ. અમે કેમ્પઈન ચલાવીશું. ઉત્તર પ્રદેશમાં ભાજપ વઘુ તૂટી છે. કાર્યકરો આવતા જતા રહે છે. મત ઝાડુને જોઈને આપ્યો હતો, તેઓ કમળમાં ગયા,
ભાજપ સામે કોઈને પ્રશ્ન કરવાની હિંમત નહીં. ભાજપમાં મલાઈ મળે છે એટલે લોકો ત્યાં જાય છે. ગૃહપ્રધાન પોતે લોકોને ફોડે છે. લેન્ડ ગ્રેબિંગ એકટનો દૂરૂપયોગ તોડ માટે થઈ રહ્યો છે. ભાવના સોલંકીના આક્ષેપ વિશે કહ્યું કે, આ ભાજપની સ્ક્રીપ્ટ છે. અમે દલિતના ઘરે ખાધું છે. એક જ દલિત બેન હતા તેમને દંડકનું પદ આપ્યું. અમદાવાદ શહેર પ્રમુખ પણ દલિત છે. અહીંના મેયરને ભાજપે બંગલામાં રહેવા ન દીધી. સુરતના મેયર કરોડો રૂપિયા વાપરે છે. મારામાં પ્રાણ છે ત્યાં સુધી અમે લડીશું.
ભાજપના અહીંના નેતાઓમાં ચૂંટણી લડવાની તાકાત નથી. કોંગ્રેસીઓને ના આવકારવાનું કહેવા વાળા તેમને આવકારે છે. સી.આર.પાટીલ સુપર સી.એમ. છે તેમને સી.એમ બનવું છે. બધા જ તેમના દાવા જુઠા છે. અમે ભ્રષ્ટાચારીઓને સંઘરશું નહીંવિપુલ મોવલિયા ઘણા ટાઇમથી ભાજપના સંપર્કમાં હતા. ભાજપના સરપંચ પણ સ્કોર્પિયો લઈને ફરે છે. સોનાની થાળીમાં લોઢાની ખીલ નહીં, ખીલીની થાળીમાં સોનુ હતું.