Accident :અમદાવાદના આ બ્રીજ પર વધુ એક અકસ્માત, રોષે ભરાયેલા લોકોએ દુર્ઘટના બાદ બસમાં કરી તોડફોડ
અમદાવાદના દધિચી બ્રીજ પર કલાકોથી રસ્તા પર પડેલી બસના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચી છે
Accident :અમદાવાદમાં બેદરકારીથી કરેલા વાહન પાર્કને કારણે વધુ એક અકસ્માત સર્જાયો હતો. દધીચિ બ્રીજ પર સર્જાયેલા અકસ્માત બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા.
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ શહેરના દધિચી બ્રિજ ઉપર બંધ પડેલ બસ પાછળ રીક્ષા ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી રીક્ષા ખોટી રીતે રોડ પર પાર્ક કરેલી બસમાં ઘૂસી ગઇ હતી. જેના કારણે રીક્ષાચાલકને ઇજા થઇ છે. રીક્ષા ચાલક ખૂબ ખરાબ રીતે અંદર ફસાઇ ગયો હોવાથી સ્થાનિકોએ તેમનું રેસ્ક્યુ કર્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, એકાદ કલાકથી વચ્ચે બંધ પડેલ બસના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ રોડ પર તોડફોડ કરી હતી.
તો બીજી તરફ સુરતમાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. નેશનલ હાઇવે પર કડોદરા CNG કટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત થયું છે. રોડ ક્રોસ કરી રહેલા પતિ-પત્નીને ટ્રકે અડફેટે લીધા હતા. મહિલાને ટ્રકે કચડતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતના કારણે 5 વર્ષીય પુત્ર સહિત 4 બાળકોએ માતા ગુમાવી હતી.
સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકોને હવે લોકો જ સબક શીખવાડી રહ્યા છે. સુરતના મોરાભાગળ વિસ્તારમાં એક બાઈક પર છ સવારી જઈ રહેલ યુવકોનો ફોટો પાડી એક નાગરિકે ટ્રાફિક પોલીસના હેલ્પલાઇન નંબર પર મોકલી આપ્યો હતો. પોલીસે તાત્કાલિક આ અંગે તપાસ કરાવી બે જ કલાકમાં બાઈકચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી આરોપીને જહાંગીરપુરા પોલીસ મથક સોંપી વધુ તપાસ હાથ ધરી છે.લોકો પોલીસને કરી રહ્યા છે મદદ અમદાવાદની તથ્યકાંડની ઘટના બાદ સુરતમાં ટ્રાફિક પોલીસે સ્ટંટ બાજી કે ઓવર સ્પીડિંગમાં વાહન ચલાવતા નબીરાઓ સામે પોલીસ કડક કાર્યવાહી શરૂ કરી છે. તે માટે લોકો પણ પોલીસને મદદ કરે તે હેતુથી ટ્રાફિક પોલીસે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો હતો. જે નંબર પર લોકો હવે પોલીસને મદદ કરી રહ્યા છે. શહેરમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર કે સ્ટંટ કરનાર સામે સ્થાનિક લોકો જ તેમનો વીડિયો કે ફોટો પાડી ટ્રાફિક પોલીસને પહોંચાડીને સબક શીખવાડી રહ્યા છે.
આ પણ વાંચો
Vegetable Price: ગૃહિણી માટે રાહતના સમાચાર, શાકભાજીના ભાવમાં થયો ધરખમ ઘટાડો
Affordable Budget Cars: જો 5 લાખથી પણ ઓછું છે બજેટ તો વધુ માઇલેજ આપતી આ કાર છે બેસ્ટ
Weather Update Today: દેશના આ 4 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ