શોધખોળ કરો
Advertisement
ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાની તબિયતને લઈને પુત્ર હિતેશ કનોડિયાએ શું કહ્યું ? જાણો
ઉલ્લેખનીય છે કે ગુજરાતી અભિનેતા નરેશ કનોડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની હાલત સ્થિર છે. યુ.એન મહેતાની કોવિડ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. હિતુ કનોડિયાએ કહ્યું કે મારા પિતા નરેશ કનોડિયાની તબિયત સ્થિર છે અને તે હાલ વેન્ટીલેટર પર છે. જો કે તેમણે કહ્યું ફેક ન્યૂઝ પર કાબૂ રાખવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગુજરાતી અભિનેતા નરેશ કનોડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ફેફસાંમાં ઈન્ફેક્શન વધતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. નરેશ કનોડીયાના પુત્ર અને ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.
નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળતા તેમના ફેન્સને ઝાટકો લાગ્યો છે અને તેઓ અભિનેતાના જલ્દી સાજા થઈ જાય તે માટે તેઓ પ્રાર્થના કરી રહ્યાં છે.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement