શોધખોળ કરો

રૂપાણી સરકાર કોરોનાના કેસ-મોતના આંકડા છૂપાવે છે ? આંકડાની માયાજાળ રચે છે ? જાણો એડવોકેટ જનરલે શું કહ્યું ?

કોરોનાના આંકડા બધા જ સાચા બહાર આવે છે. દરેક લેબોરેટરીમાંથી જે કેસો આવે છે, તે તમામ ડિક્લેર કરવામાં આવે છે. કોઈ લેબોરેટરીને એવું કહેવામાં નથી આવ્યું કે, સાચા આંકડા રિલિઝ ન કરવામાં આવે. આંકડાની માયાજાળ ઉભી કરવામાં આવી છે, તે વાત ખોટી છે.

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Gujarat Corona)એ ઉથલો માર્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટ (Gujarat HC)ના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને નિર્દેશ આપ્યો છે. કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે.  કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યુ લાદવા અને વિક એન્ડ કર્ફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે.

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુદ્દે એબીપી અસ્મિતાએ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી (Kamal Trivedi) સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમને કોરોનાના આંકડાઓ અંગે ચાલી રહેલી ચર્ચા મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના આંકડા બધા જ સાચા બહાર આવે છે. દરેક લેબોરેટરીમાંથી જે કેસો આવે છે, તે તમામ ડિક્લેર કરવામાં આવે છે. કોઈ લેબોરેટરીને એવું કહેવામાં નથી આવ્યું કે, સાચા આંકડા રિલિઝ ન કરવામાં આવે. આંકડાની માયાજાળ ઉભી કરવામાં આવી છે, તે વાત ખોટી છે. આંકડા સાચા છે. જે વાતો ચાલે છે, તેમાં વિશ્વાસ ન કરવો જોઇએ. હું લોકોને સંદેશ આપીશ કે, આપણે જવાબદાર રીતે વર્તવું જોઇએ.   

એ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  સરકાર પોતાની ભૂમિકા બજાવી રહી છે અને ભવિષ્યમાં પણ બજાવશે. પરંતુ હવે આ લડાઇ કોરોના અને લોકો વચ્ચેની છે. હું અત્યંત સંવેદનશીલ થઈને કહું છું કે, લોકોએ એક પ્રકારની જાગૃત્તિ કેળવવાની જરૂર છે. લોકોએ પોતાની પ્રવૃત્તિ પર નિયમન કરવાની જરૂર છે. સરકાર તો બધું જ કરી રહી છે, પરંતુ જો લોકો નહીં કરે તો ઘણાં બધા પ્રશ્નો ઉભા થશે. દાખલા તરીકે માસ્ક પહેરવું જોઇએ. અનિવાર્ય રીતે પહેરવું જોઇએ, એ એ લોકોની ફરજ છે. લોકોએ પોતાના હાથ દિવસમાં જેટલી વખત ધોઈ શકતા હોય એટલી વખત ધોવા જોઇએ. કોઈ પણ એક કામ કર્યા પછી હાથ ધુઓ. લોકોએ બિનજરૂરી રીતે બહાર જવાનો પ્રયાસ ન કરવો જોઇએ. આપણે મેળાવડામાં ભાગ ન લઈએ. મેળાવડા ન થાય તેના માટેનો પ્રયાસ ચાલું છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ. બહારની વ્યક્તિને જેટલું ઓછું મળાય એટલું મળીએ અને જરૂરિયાત હોય ત્યારે જ બહાર જવું જોઇએ. 

તેમણે જણાવ્યું હતું કે, કોર્ટે ટકોર નથી કરી. કોર્ટને મેં કહ્યું કે, સરકાર તો બધા જ પગલાઓ લઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન ઘણું સુંદર કામ કરી રહ્યું છે. મેં કોર્ટને પૂછ્યું કે, આપના મગજમાં કંઈ હોય તો જણાવો અમે જરૂરથી તેના પર વિચાર કરીશું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget