શોધખોળ કરો

કોરોનાના કેસ વધતાં અમદાવાદ રેલવે ડિવિઝને પ્લેટફોર્મ ટિકિટના દરમાં કર્યો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે ?

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ વધતા અમદાવાદ રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  

રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમણ વધતા અમદાવાદ રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  અમદાવાદ ડિવિઝન પર કોવિડ-19ના વધતા જતા કેસને લઈ બિનજરૂરી ભીડને નિયંત્રિત કરવાના માટે પ્લેટફોર્મ ટિકિટ ના ભાવ ફરી વધારી દેવામાં આવ્યા છે. 18 જાન્યુઆરી 2022થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર હાલ રુપિયા 10 થી વધારીને 30 રુપિયા  કરવામાં આવ્યો છે.

કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રણમાં લેવાને કારણે રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂ. 30નો વધારો કરવામાં આવ્યો હતો. જે અગાઉ ઘટાડીને ફરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. જોકે ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેને લીધે રેલવે સ્ટેશન પર લોકોની અવરજવર ઘટાડી શકાય તે માટે ફરી પ્લેટફોર્મ ટિકિટ ના ભાવ 30 રૂપિયા કરવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735  કેસ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955,  વડોદરા   કોર્પોરેશનમાં 1207,   સુરતમાં 464,  રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ  340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69,  જૂનાગઢ કોર્પોરેશનમાં 59,  જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમરેલી 43, દેવભૂમિ દ્વારકા 41, નર્મદા 35, ભાવનગર 32, દાહોદ 31, પંચમહાલ 31, મહીસાગર 20, સાબરકાંઠા 20, પોરબંદર 19, તાપી 19, જૂનાગઢ 10, બોટાદ 2, અરવલ્લી 1 અને  છોટા ઉદેપુરમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 70374 કેસ છે. જે પૈકી 95 વેન્ટીલેટર પર છે, જ્યારે 70279 નાગરિકો સ્ટેબલ છે. 858455 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,164 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1,સુરત  કોર્પોરેશનમાં 1, સુરત 2, પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે.

ટોપ સ્ટોરી

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
અમદાવાદમાં થાર ચાલક 'રાવણ'નો આતંક: તોડફોડ અને આગચંપીથી લોકોમાં ડરનો માહોલ
અમદાવાદમાં થાર ચાલક 'રાવણ'નો આતંક: તોડફોડ અને આગચંપીથી લોકોમાં ડરનો માહોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
Embed widget