વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સોઃ ઓનલાઇન ભણતી દીકરી અશ્લીલ ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર મુકવા લાગી ને....
શહેરના મણિનગરની 15 વર્ષીય સગીરા ઓનલાઇન અભ્યાસ કરતી હોવાથી માતા-પિતાએ તેને ફોન લઈ આપ્યો હતો. તેમજ તેને ભણવા માટે પર્સનલ રૂમ પણ આપ્યો હતો. જોકે, સગીરાએ મોબાઇલનો ખોટો ઉપયોગ શરૂ કર્યો હતો.
અમદાવાદઃ અત્યારે કોરોના (Corona) મહામારીને કારણે ઓનલાઇન એજ્યુકેશન (Online Education) તરફ લોકો વળ્યા છે, ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. અમદાવાદની ઓનલાઇન અભ્યાસ કરતી છોકરીએ એવું કામ કર્યું હતું કે, જેને કારણે માતા-પિતાને એટેક આવી ગયો હતો. આમ છતાં દીકરી સમજવા તૈયાર ન થતાં તેમણે મહિલા હેલ્પલાઇનની (women helpline) મદદ લેવી પડી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના મણિનગરની 15 વર્ષીય સગીરા ઓનલાઇન અભ્યાસ કરતી હોવાથી માતા-પિતાએ તેને ફોન લઈ આપ્યો હતો. તેમજ તેને ભણવા માટે પર્સનલ રૂમ પણ આપ્યો હતો. જોકે, સગીરાએ મોબાઇલનો ખોટો ઉપયોગ શરૂ કર્યો હતો. સગીરાએ તેના ગુપ્તભાગના ફોટા પાડી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા હતા. આ પછી તો સગીરાને આની લત લાગી ગઈ હતી અને તે આવા વીડિયો બનાવીને પોસ્ટ કરવા લાગી હતી. જેને કારણે તેને ગંદી ગંદી કોમેન્ટ પણ આવી રહી હતી.
બીજી તરફ સગીરાએ પોતાની માસીની દીકરી સાથે આ અંગે વાત શેર કરી હતી અને તેને પણ આમ કરવા જણાવ્યું હતું. જોકે, માસીની દીકરીએ તેના માતા-પિતાને આ અંગે વાત કરી દેતાં તેમણે સગીરાના માતા-પિતાને વાત કરી હતી. દીકરીની હરકતો સાંભળીને માતા-પિતાને એટેક આવી ગયો હતો. આમ છતાં દીકરી સમજવા તૈયાર ન થતાં તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ લેતા હેલ્પલાઇનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું.
આથી સગીરા સગીરાએ પોતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરવાની અને માતાની હાજરીમાં જ હવે ઓનલાઇન અભ્યાસ કરવાની બાંયધરી આપી હતી. પહેલા તો પરિવારે તેને રાખવાની ના પાડી દીધી હતી. જોકે, મહિલા હેલ્પલાઇનની મધ્યસ્થીને કારણે સગીરાને પોતાની કરેલી હરકતોથી પસ્તાવો થયો હતો. તેમજ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ મારી દીધું હતું. જ્યાં સુધી પોતાનાં માતા-પિતા ન કહે ત્યાં સુધી મોબાઈલ નહિ વાપરવાની પણ ખાતરી આપી હતી.