(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: નિકોલની સરદાર હોસ્પિટલના ડોક્ટરે હાથમાં ઈન્જેક્શન લઈ કરી આત્મહત્યા
નિકોલ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર રાહુલે હાથમાં ઈન્જેક્શન લીધા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
Doctor Suicide in Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડોક્ટરે સુસાઇડ કર્યાની ઘટના સામે આવી છે. નિકોલ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર રાહુલે હાથમાં ઈન્જેક્શન લીધા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ડોક્ટરની આત્મહત્યાનું કારણ અકબંધ છે. નિકોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની લાજપોર જેલમાં આરોપીએ આપઘાત કર્યો
સુરતની લાજપોર જેલમાં આરોપીએ આપઘાત કર્યો હતો. જેથી પરિવારજનોએ લાશ લેવાનો ઇન્કાર કર્યો હતો. મૃતકના પરિવારજનોના કહેવા મુજબ, આરોપી સુશિક્ષિત હતો આપઘાત કરે તેવો હતો નહી. લાજપોર જેલમાં મૃતકને ત્રાસ આપવામાં આવતો હતો. જે કેસમાં આરોપી જેલમાં છે તે યુવતિના પરિવારજનો પણ ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સુરતની સબ જેલમાં અવિનાશ સામુદરે નામના આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આરોપી દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ હતો.
બેરેકના બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરતાં સચિન પોલીસ ઘટના દોડી આવી હતી અને લાશને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
BSF જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપ્યો
બનાસકાંઠા જિલ્લામાંથી BSF જવાનોએ એક પાકિસ્તાન ઘૂસણખોરને પકડ્યો છે. પાકિસ્તાની ઘૂસણખોરની ઓળખ દયારામ તરીકે કરવામાં આવી છે. 04 એપ્રિલ 2023 ના રોજ દયારામ પકડાયો હતો. બનાસકાંઠા જિલ્લાના નડેશ્વરી ખાતેથી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બેરિકેડ ઓળંગતો હતો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા સિરક્રીક વિસ્તારમાંથી સીમા સુરક્ષ દળે એક પાકિસ્તાની બોટ સાથે ત્રણ ઘૂસણખોરોને ઝડપાયા હતા જો કે આ બોટમાંથી કોઈ જ સંદિગ્ય સામાન મળ્યો નથી અને ઝડપાયેલા માછીમારો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે ગુજરાત ફ્રન્ટીયર સીમા સુરક્ષા દળના જનસંપર્ક અધિકારીએ જાહેર કરેલી વિગતો મુજબ સીમા સુરક્ષા દળના જવાનો ફાસ્ટ બોટ મારફત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સિરક્રીક વિસ્તારમાં ભારતીય હદમાં એક પાકિસ્તાની બોટની હિલચાલ નજરે ચડી હતી. આથી સીમાદળના જવાનોએ ફાસ્ટબોટને દોડાવી ઘૂસેલી બોટને ઘેરી લીધી હતી. ઝડપાયેલી આ પાકિસ્તાની બોટની તલાશી લેતાં તેમાંથી કોઈ સંદિગ્ધ સામાન મળ્યો નહતો.