અમદાવાદઃ નર્મદાની નહેરમાં તરતી કારમાંથી મળ્યા સ્ત્રી-પુરૂષના મૃતદેહ, પોલીસ તપાસમાં શું થયો ચોંકાવનારો ખુલાસો ?
મૃતક પુરૂષનું નામ ઈન્દ્રવદનભાઈ ગણેશભાઈ પટેલ (ઉ. વ. 59, રહે. કોજનકંપા, તા. બાયડ) અને તેમની સાથે તેમનાં પત્ની જયાબેન ઉર્ફે મંજુલાબેન હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
ખેડાઃ કપડવંજ તાલુકાના દહીયપ ગામ પાસેની નર્મદા નહેરમાંથી કારમાં મહિલા અને પુરૂષની લાશ મળતાં ખળભળાટ મચ્યો છે. આ સ્વીફ્ટ કાર GJ01RG 0385 નંબરની હોવાથી અમદાવાદ પાસિંગની હોવાથી દંપતિ અમદાવાદનાં હોવાની શક્યતા હતી પણ પોલીસ તપાસમાં દંપતિ બાયડનાં હોવાનું બહાર આવ્યું છે.
મૃતક પુરૂષનું નામ ઈન્દ્રવદનભાઈ ગણેશભાઈ પટેલ (ઉ. વ. 59, રહે. કોજનકંપા, તા. બાયડ) અને તેમની સાથે તેમનાં પત્ની જયાબેન ઉર્ફે મંજુલાબેન હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં આ દંપતિ ગત 2 ડીસેમ્બરના રોજ પોતાના ઘરેથી આણંદના સારસા નજીક આવેલા આશ્રમમાં દર્શન કરવા જતાં હતાં એવું બહાર આવ્યું છે.
ડ્રાઈવર ઈન્દ્રવદનભાઈએ પોતાની કાર બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આ કાર નહેરના પાણીમાં ખાબકી હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું છે. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે મૃત્યુ પામનારના દિકરા દિનેશ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
ખેડા જિલ્લાના કપડવંજ પંથકના દહીઆપ ગામની સીમમાં આવેલી કેનાલમાં શનિવારે બપોર પછી એક કાર તરતી દેખાઈ હતી. આ કારને ક્રેન મારફતે બહાર કાઢવામાં આવતાં તેમાં એક મહિલા અને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. કપડવંજ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતાં આ દંપતિ બાયડનું હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતિ ગત 2 ડીસેમ્બરના રોજ પોતાના ઘરેથી આણંદના સારસા નજીક આવેલા આશ્રમમાં દર્શન કરવા જતાં હતા ત્યારે દુર્ઘટના થઈ હતી.
કપડવંજ તાલુકાના દહીઅપ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં શનિવારે બપોર બાદ કાર તરતી દેખાઈ હતી. સ્થાનિકોએ આ ઘટનાની જાણ તુરંત કપડવંજ ગ્રામ્ય પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાના 48 કલાક બાદ કાર અને મૃતક દંપતિને નહેરના પાણીમાંથી બહાર કઢાયા ક્રેન મારફતે બહાર કાઢવામાં આવ્યાં હતા.