(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad : DJ પાર્ટીમાં જઈ રહેલી યુવતી પર યુવકે કરી દીધો છરીથી હુમલો, કોણ છે આ યુવક અને કેમ કર્યો હુમલો?
એલિસબ્રિજની 24 વર્ષીય યુવતીને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં યુવક સાથે મિત્રતા હતી. જોકે, પ્રેમી શંકાશીલ અને ગુસ્સાવાળો હોવાથી ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ કરી લીધું હતું.
અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં પૂર્વ પ્રેમીએ યુવતી પર છરીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી ઓફીસનાં મિત્રો સાથે ડી જે પાર્ટીમાં જતા રસ્તામાં યુવતી અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. તે એવા લોકો માટે મને છોડ્યો કહીને યુવતી પર હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, વચ્ચે છોડાવા પડેલા મિત્રને પણ છરીના ઘા માર્યા હતા. નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં યુવક સાથે મિત્રતા હતી અને પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, પ્રેમી શંકાશીલ અને ગુસ્સાવાળો હોવાથી ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ કરી લીધું હતું. દરમિયાન શનિવારે યુવતી ઓફિસના મિત્રો સાથે ડીજે પાર્ટીમાં જઈ રહી હતી, ત્યારે પૂર્વ પ્રેમી રસ્તામાં મળી ગયો હતો. તેમજ અન્ય યુવક સાથે જોઇને ઉશ્કેરાઈ ગયો હતો.
એક્ટિવા ઊભું રખાવી યુવતીને આ તારો બોયફ્રેન્ડ છે? તે આવાં છોકરાં માટે મને છોડી દીધો? આવું કહીને યુવતીને છરીના ઘા મારી દીધા હતા. તેમજ વચ્ચે પડેલા યુવકને પણ છરીના ઘા મારી દીધા હતા. બંનેને ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. યુવતીએ પૂર્વ પ્રેમી વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 85,082 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, સુરત કોર્પોરેશન 4, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1 અને વડોદરા 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 164 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 159 નાગરિકો સ્ટેબલ છે. 8,16,167 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, સુરત કોર્પોરેશન 4, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદ 1 અને વડોદરા 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.